પાણીના ફૂવારા સાથે ઠંડી હવા ફેંકશે આ Fan, રાત્રે માણશો કુંભકર્ણ જેવી મીઠી નીંદર

Mist Fan:  આજે અમે તમને એક એવા ફેન વિશે જણાવીશું, જે પાણીના ફૂવારા સાથે ઠંડી હવા ફેકે છે. જો તમે ગરમીના લીધે રાત્રે સૂઇ શકતા નથી તો આ ફેન સામે કુંભકર્ણ જેવી ઉંધ લઇ શકો છો. એટલે કે કોઇ પરેશાની આવશે નહી. 
 

પાણીના ફૂવારા સાથે ઠંડી હવા ફેંકશે આ Fan, રાત્રે માણશો કુંભકર્ણ જેવી મીઠી નીંદર

Water Sprinkler Fan: ગરમી સિઝન આવી ગઇ છે. હવે બપોરે જ નહી પરંતુ રાતના સમયે પણ ગરમી લાગે છે. એસીને દરેક જણ અફોર્ડ કરી શકતું નથી. એવામાં લોકો કૂલર તરફ જાય છે. પરંતુ આજે અમે તમને એક એવા ફેન વિશે જણાવીશું, જે પાણીના ફૂવારા સાથે ઠંડી હવા ફેંકે છે. જો તમે ગરમીના લીધે રાત્રે ઉંઘ માણી શકતા નથી. તો આ ફેન સામે તમે કુંભકર્ણની ઉંઘ માણી શકો છો. એટલે કે કોઇ પરેશાની આવશે નહી. 

Water Sprinkler Fan
માર્કેટમાં ઘણા પ્રકારના વોટર સ્પ્રિંકલર ફેન આવે છે. આ ફેન તમને હવા અને પાણીના છાંટા સાથે મિક્સ કરીને ઠંડી હવા આપે છે. તેને ફેનની કેટેગરી રાખવામાં આવે છે. તેને મોટાભાગે તમે લગ્ન અથવા પાર્ટીમાં જોયો હશે. પરંતુ તમારા ઘરે પણ ઉપયોગ કરી શકાય છે. 

ગરમ હવાને બનાવશે ઠંડી
આ પંખો સામાન્ય પંખા કરતાં ઘણો અલગ છે. આ ગરમ હવાને પાણીના છાંટાથી ઠંડી કરીને તમને અદભૂત રાહત આપે છે. ભલે તમે ઘરની અંદર હોવ કે બહાર, આ પંખાને દરેક જગ્યા ઠંડી હવા અને સુખદ વાતાવરણ પુરૂ પાડે છે. 

આ કેવી રીતે કામ કરે છે?
- પંખો પાણીના નળ સાથે જોડાયેલ છે.
- પંખામાં નાના કાણાં છે.
- જ્યારે તમે નળ ચાલુ કરો છો અને પંખો ચાલુ કરો છો, ત્યારે પાણીના ટીપાંવાળી તેજ હવા બહાર નિકળે છે.
- તમે તમારી પસંદગી મુજબ પાણીની માત્રા વધારી કે ઘટાડી શકો છો.

અમેઝોન પર ઉપલ્બ્ધ
ઓફલાઇન માર્કેટમાં તમે તેને કોઇપણ ઇલેક્ટ્રિક શોપ પરથી ખરીદી શકો છો. જો તમે ઓનલાઇન ઓપ્શન જોઇ રહ્યા છો તો અમેઝોન પર તેને ફક્ત 3,991 રૂપિયામાં ખરીદી શકો છો. આમ તો તેની એમઆરપી 18,145 રૂપિયા છે, પરંતુ અત્યારે 78 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news