999 રૂપિયામાં બુક કરો ઇલેક્ટ્રિક બાઇક, દોડશે 140 કિમી, લુક FZ જેવો
બાઇકમાં ડુઅલ બેટરી સેટઅપ મળે છે. તેની ટોપ સ્પીડ 80 થી 90 કિમી પ્રતિ કલાક હોઇ શકે છે. તેમાં ફૂલ ચાર્જમાં 140 કિમી સુધીની રેંજ મળવાની સંભાવના છે.
Trending Photos
Hop Electric high-speed e-bike: જયપુરની ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર કંપની Hop Electric પોતાને પ્રથમ મોટરસાઇકલ Hop OXO લોન્ચ કરવા જઇ રહી છે. આ ઇલેક્ટ્રિક બાઇકને 5 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવાની છે. ખાસ વાત એ છે કે આ ઇલેક્ટ્રિક બાઇક 140 કિમી સુધી રેંજ ઓફર કરશે અને તેનો લુક તમને યામાહા FZ ની યાદ અપાવી શકે છે. જ્યારે તેની ટોપ સ્પીડ 90 કિમી પ્રતિ કલાક સુધી રહે છે. તમે કંપનીની સત્તાવાર વેબસાઇટ પર ઇ-બાઇકને 999 રૂપિયામાં પ્રી બુક કરી શકો છો. કંપનીએ તાજેતરમાં જ આ બાઇકનો નવો ટીઝર વીડીયો લોન્ચ કર્યો છે.
કેવી દેખાય છે આ ઇલેક્ટ્રિક બાઇક
તેમાં સાઇડ ટર્ન ઇંડિકેટર્સ સહિત ચારેય તરફ એલઇડી લાઇટિંગ મળે છે. હેડલાઇટ ડિઝાઇન ઘણી હદે 150cc યામાહા FZ જેવી લાગે છે. ટીઝરને જોઇને કહી શકાય કે OXO માં રિયર હબ મોટર મળશે. તેમાં એક સ્પિલ્ટ સીટ અને રિયર ગ્રેબ રેલ પણ જોઇ શકાય છે. જે FZ જેવી છે. OXO ના ફ્રન્ટમાં ટેલિસ્કોપિક સસ્પેંશન અને રિયરમાં ડ્યુઅલ શોકર્સ મળે છે. બંને તરફ ડિસ્ક બ્રેક આપવામાં આવી છે.
બાઇકમાં ડુઅલ બેટરી સેટઅપ મળે છે. તેની ટોપ સ્પીડ 80 થી 90 કિમી પ્રતિ કલાક હોઇ શકે છે. તેમાં ફૂલ ચાર્જમાં 140 કિમી સુધીની રેંજ મળવાની સંભાવના છે. માનવામાં આવે છે કે બાઇકની કિંમત 1.20 લાખ રૂપિયા સુધી હોઇ શકે છે. કંપની બેટૅરી સ્વેપિંગ સ્ટેશન પણ તૈયાર કરી રહી છે. જ્યાં બેટરીને ફક્ત 20 સેકન્ડમાં બદલી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે