Honor લાવી રહ્યું છે પોપ-અપ કેમેરાવાળું પ્રથમ સ્માર્ટ TV, 14 ઓક્ટોબરે થશે લોન્ચ

સ્પેસિફિકેશન્સના મામલે ઓનર વિઝનના બંને મોડલ લગભગ એક જેવા જ છે. તેમાં મુખ્ય અંતર એ છે કે પ્રો મોડલમાં તમને પોપ-અપ કેમેરા, 6-ફાર ફીલ્ડ માઇક્રોફોન્સ, વધુ ઓનબોર્ડ સ્ટોરેજ અને 10 વોટના બે એકસ્ટ્રા સ્પીકર મળશે. 

Honor લાવી રહ્યું છે પોપ-અપ કેમેરાવાળું પ્રથમ સ્માર્ટ TV, 14 ઓક્ટોબરે થશે લોન્ચ

નવી દિલ્હી: સ્માર્ટ ટીવીનો ક્રેઝ ખૂબ જ વધી ગયો છે. એટલા માટે જ ભારતીય બજારમાં દુનિયાભરની બધી ટોપ કંપનીઓ પોતાના સ્માર્ટ ટીવી લોન્ચ કરવા માંગે છે. આ કંપનીઓમાંની એક છે ચીનની ઓનર. હુવાવેની સબ-બ્રાંડ ઓનર 14 ઓક્ટોબરના રોજ ભારતમાં પોતાના સ્માર્ટ ટીવી રેંજને લોન્ચ કરવાની છે. કંપની સોમવારે ભારતમાં પોતાના બે સ્માર્ટ ટીવી Honor Vision Smart TV અને Honor Vision Pro Smart TV લોન્ચ કરશે.

કંપની આ ટીવીને નવી દિલ્હીમાં એક પ્રેસ ઇવેન્ટમાં લોન્ચ કરશે. તેના માટે ઓનરે મીડિયા ઇન્વાઇટ મોકલવાનું શરૂ કરી દીધું છે. કંપનીએ મીડિયા ઇન્વાઇટમાં દુનિયાના પહેલા પોપ-અપ કેમેરાવાળા સ્માર્ટ ટીવી ઓનર વિઝનના લોન્ચનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઓનરે આ બંને ટીવીને ચીનમાં ઓગસ્ટમાં લોન્ચ કર્યું હતું. ચીનમાં કંપની ઓનર સ્માર્ટ ટીવીને સ્માર્ટ સ્ક્રીન તરીકે પ્રમોટ કરી રહી છે. કંપની 14 ઓક્ટોબરના રોજ લોન્ચ ઇવેન્ટમાં ઓનર વિઝન ટીવીના બંને મોડલ લોન્ચ કરશે અથવા એક વિશે મીડિયા ઇન્વાઇટમાં કોઇ જાણકારી આપવામાં આવી નથી. જોકે ઇન્વાઇટમાં પોપ-અપ કેમેરાના ઉલ્લેખના કારણે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કંપની આ બંને ટીવીને લોન્ચ કરવાની છે.  

ઓનર વિઝન સ્માર્ટ ટીવીના સ્પેસિફિકેશન્સ
સ્પેસિફિકેશન્સના મામલે ઓનર વિઝનના બંને મોડલ લગભગ એક જેવા જ છે. તેમાં મુખ્ય અંતર એ છે કે પ્રો મોડલમાં તમને પોપ-અપ કેમેરા, 6-ફાર ફીલ્ડ માઇક્રોફોન્સ, વધુ ઓનબોર્ડ સ્ટોરેજ અને 10 વોટના બે એકસ્ટ્રા સ્પીકર મળશે. 

બંને ટીવીમાં 55 ઇંચની 4K સ્ક્રીન આપવામાં આવી છે. ટીવી 60Hz રિફ્રેશ રેટ, 16:9 ના આસ્પેક્ટ રેશિયો, 400 નિટ્સ બ્રાઇટનેસ અને 178 ડિગ્રીના વ્યૂઇંગ એંગલની સાથે આવે છે. આ ટીવી ખાસ વાત એ છે કે હુવાવે દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલા HarmonyOS પર કામ કરે છે.  

પ્રોસેસરની વાત કરીએ તો તેમાં કંપનીએ Honghu 818 ક્વોડ-કોર એસઓસી પ્રોસેસર આપવામાં આવ્યા છે જે 2જીબી રેમ અને Mali-G51 GPU સાથે કામ કરે છે. ટીવીમાં ત્રણ HDMI પોટ્સ અને એક યૂએસબી 3.0 પોર્ટ સાથે બ્લ્યૂટૂથ 5.0, વાઇફાઇ 802.11 a/b/g/n/ac અન એક ઇથરનેટ પોર્ટ જેવા કનેક્ટિવિટી ઓપ્શન આપવામાં આવ્યા છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news