High Beam Light: મોડી રાત્રે હાઈવે પર હાઈ બીમ ફોકસ લાઈટથી છો પરેશાન?

Eye damage: જો તમે રાત્રિના સમયે કાર ડ્રાઈવ કરી રહ્યાં છો તો આપ ડીપર મારી શકો છો. ડીપર મારીને સામેથી આવતી ગાડીને સંકેત આપી શકો છો. જેથી કરીને દૂરથી આવતી કારના ચાલક હાઈ બીમ ફોકસ લાઈટ બંધ કરી દે અને તમારી ગાડી વગર કોઈ તકલીફે આગળ જઈ શકે.

High Beam Light: મોડી રાત્રે હાઈવે પર હાઈ બીમ ફોકસ લાઈટથી છો પરેશાન?

હેચબેક, સેડાન કે પછી મીડ કૉમ્પેક્ટ કારચાલકોને રાત્રિના સમયે હાઈ બીમ ફોકસના કારણે તકલીફ પડતી હોય છે. કારણ કે આ ગાડિયો નાની હોય છે. અને ટ્રક તેમજ બસ કે પછી suvની હાઈ બીમ લીઈટથી પ્રભાવિત થાય છે. કેટલીક વખત હાઈ બીમ ફોકસના કારણે અકસ્માત પણ સર્જાતો હોય છે. તો આજે અમે આપને જણાવવા જઈ રહ્યાં છે કે તકલીફનો શું ઉપાય છે.

ડીપરનો ઉપયોગ કરીને આપો સંકેત
જો તમે રાત્રિના સમયે કાર ડ્રાઈવ કરી રહ્યાં છો તો આપ ડીપર મારી શકો છો. ડીપર મારીને સામેથી આવતી ગાડીને સંકેત આપી શકો છો. જેથી કરીને દૂરથી આવતી કારના ચાલક હાઈ બીમ ફોકસ લાઈટ બંધ કરી દે અને તમારી ગાડી વગર કોઈ તકલીફે આગળ જઈ શકે.

ખોટી લેનમાં ચાલવવાથી બચો
ખોટી લેનમાં કાર ચલાવવુ ભયંકર બની શકે છે. આ સિવાય પકડાઈ જવા પર ટ્રાફિક પોલીસ ચલણ પણ ફાડી શકે છે.  રાત્રિના સમયે ખોટી લેનમાં ગાડી ચલાવવાથી અકસ્માત થઈ શકે છે.  કારણ કે સામેથી આવતી ગાડી આપની ગાડીથી મોટી છે તો તે કારની લાઈટ સીધી આપની આંખોમાં પડશે.  જેથી આપને કઈ પણ દેખાઈ નહીં શકે.  અને મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news