Harley Davidsonની પહેલી ઇ-બાઇક લોન્ચ, બે વર્ષ સુધી મળશે ફ્રી ચાર્જિંગ
Trending Photos
નવી દિલ્હી: અમેરિકન બાઇક નિર્માતા કંપની હાર્લે ડેવિસન (Harley Davidson) એ પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક લાઇવ વાયર (LiveWire) લોન્ચ કરી દીધી છે. આ બાઇક જલદી જ રસ્તા પર દોડતી જોવા મળશે. કંપનીએ આ બાઇકની ફ્રી ચાર્જિંગ જાહેરાત કરી છે. ફી ચાર્જિંગની સુવિધા બે વર્ષ સુધી મળશે. આ બાઇકને યૂએસમાં ઇલેક્ટ્રિફાઇ અમેરિકા સ્ટેશન્સ પર ચાર્જ કરી શકાશે.
કિંમત 20 લાખ રૂપિયાથી વધુ
કંપનીએ પોતાની એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિફાઇ અમેરિકા સ્ટેશન્સ પર ચાર્જિંગની સુવિધા આપવામાં આવશે. બાઇકની કિંમત $29,799 એટલે કે 20 લાખ રૂપિયાથી વધુ છે. કંપનીએ આ કંફોર્મ કર્યું છે કે આ બાઇક આ વર્ષે અમેરિકા, કેનેડા અને ઘણા યૂરોપિયન દેશોમાં ઉપલબ્ધ થશે. 2020-21માં આ બાઇક અન્ય માર્કેટ્સમાં એક્સપોર્ટ કરવામાં આવશે.
235 કિમીની રેંજ
આ બાઇકમાં કંપનીએ ખૂબ પ્રીમિયમ લુક આપ્યો છે. બાઇકમાં હાર્લે ડેવિસનની સેગ્નેચર ક્રૂજ અપિયરેંસ આપવામાં આવ્યો છે. બાઇક ઘણી આધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે. કંપનીનો દાવો છે કે બાઇકમાં રેપિડ એક્સલરેશન ઉપલબ્ધ છે. તેના માટે કંપની H-D રેવલેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બાઇકને અર્બન સ્ટ્રીટ રાઇડર તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. સિંગલ ચાર્જ પર બાઇક 235 નું અંતર કાપી શકે છે. કંપનીએ જણાવ્યું કે બાઇકમાં ઓપ્ટિમાઇઝ્ડ સેંટર ઓફ ગ્રેવિટી આપવામાં આવી છે.
3 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ
રેપિડ એક્સલરેશનથી બાઇક 3 સેકન્ડ 0 થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. 1.9 સેકન્ડમાં આ બાઇક 129 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. DC ફાસ્ટ ચાર્જિંગ દ્વારા આ બાઇક 60 મિનિટમાં ચાર્જ થઇ જાય છે તો બીજી તરફ 40 મિનિટમાં આ બાઇક 0 થી 80 ટકા ચાર્જ થઇ જાય છે.
7 રાઇડિંગ મોડ
બાઇકમાં પ્રીમિયમ હાઇ પરફોમન્સ, ફૂલી એડજેસ્ટબલ શોવા BFRC મોનોશોક રિયર સસ્પેંશન આપવામાં આવે છે. બાઇક 300mm બ્રેંબો મોનોબ્લોક ફ્રંટ બ્રેક્સથી સજ્જ છે. બાઇકમાં 120mm ફ્રાંટ વ્હીલ્સ અને 180mm રિયર વ્હીલ્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત બાઇકમાં 4.3 ઇંચ કલર ટીએફટી ટચસ્ક્રીન, સાત રાઇડિંગ મોડ્સ, ડેમેકર LED અને હેડલેમ્પ્સ અને ડ્રૈગ ટોર્ક સ્લિપ કંટ્રોલ સિસ્ટમ આપવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે