ChatGPT આપશે તગડા પૈસા! એન્જીનીયરે જણાવ્યુ સીક્રેટ, વાંચીને તમે પણ કરી શકશો અંધાધુંધ કમાણી
સેમ ઓલ્ટમેન સાથે ભારત આવેલા એન્જિનિયરે ચેટજીપીટીમાં નોકરી કેવી રીતે મેળવવી તે જણાવ્યુ હતુ. IIT દિલ્હીના વિદ્યાર્થીએ ઓલ્ટમેનને તેની કંપનીની હાયરીંગ પ્રક્રિયા વિશે પૂછ્યું. જાણો શું હતો તેનો જવાબ...
Trending Photos
OpenAIના CEO તાજેતરમાં ભારતની મુલાકાતે હતા. તેઓ પોતાની ટીમ સાથે અહીં આવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. આ સિવાય તેમણે અન્ય લોકો સાથે પણ ચર્ચા કરી હતી. ChatGPT, જે શરૂઆતથી જ ચર્ચામાં છે, તેને આવનારા સમયમાં નોકરીઓ માટે સૌથી મોટો ખતરો માનવામાં આવી રહ્યો છે. પરંતુ કેટલાક લોકો એવા છે જેઓ વિચારી રહ્યા છે કે ChatGPT માં નોકરી કેવી રીતે મેળવવી.
સેમ ઓલ્ટમેન સાથે ભારત આવેલા એન્જિનિયરે ચેટજીપીટીમાં નોકરી કેવી રીતે મેળવવી તે જણાવ્યુ હતુ. IIT દિલ્હીના વિદ્યાર્થીએ ઓલ્ટમેનને તેની કંપનીની હાયરીંગ પ્રક્રિયા વિશે પૂછ્યું. જવાબ આપતાં, એક એન્જિનિયરે કહ્યું, OpenAI API નો ઉપયોગ કરીને શાનદાર પ્રોડક્ટ બનાવો અને તેને સેમ ઓલ્ટમેનને મોકલો. નોકરી મેળવવાનો આ સૌથી સહેલો રસ્તો છે.
OpenAI ઉમેદવારના પ્રેકટીકલ નોલેજને વધુ મહત્વ આપે છે. આ કારણોસર, OpenAI ડેવલપર્સને તેમના પ્રોજેક્ટ્સ બનાવવા માટે તેના પાવરફુલ લેગ્વેજ મોડેલ અને AI ક્ષમતાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. જેઓ OpenAI માં કામ કરવા માંગે છે તેઓ તેમના પ્રોજેક્ટ્સ બનાવીને તેમની ક્ષમતાઓ બતાવી શકે છે અને રીવ્યુ માટે સેમ ઓલ્ટમેનને મોકલી શકે છે. આનાથી તેની સેમની કંપનીમાં નોકરી મળવાની શક્યતા વધી જાય છે.
કેવી રીતે અરજી કરવી?
ઓપનએઆઈ તેની વેબસાઈટ પર ઓપન જોબ પોઝિશન્સની માહિતી પણ પ્રદાન કરે છે. તમે કંપનીના કરિયર પેજ પર ભરતી વિશે વિગતો મેળવી શકો છો. નોકરી માટે અરજી કરવા માટે, તમારે તમારું નામ, ઇમેઇલ સરનામું અને ફોન નંબર જેવી કેટલીક મૂળભૂત માહિતી પ્રદાન કરવાની જરૂર પડશે.
તમારે તમારો રેઝ્યૂમે પણ જોડવો પડશે અને તમે ક્યારે ઉપલબ્ધ થઈ શકો છો તે જણાવવું પડશે. OpenAI યુ.એસ.ની બહાર સ્થિત પસંદગીના ઉમેદવારોને વિઝા અને અન્ય સહાય પણ પ્રદાન કરે છે.
આ પણ વાંચો:
વિનાશક બિપરજોય ગુજરાતથી કેટલું દૂર, Live Tracker માં જુઓ વાવાઝોડાની પળેપળની અપડેટ
વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : 8 કલાક બાદ ગુજરાતમાં ત્રાટકશે બિપરજોય વાવાઝોડું
Biparjoy Cyclone: બિપરજોય જ નહીં એશિયા પર જોખમ બની ભમી રહ્યા છે વધુ 2 વાવાઝોડા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે