Google એન્ડ્રોઇડ ફોન ઉત્પાદકો પાસેથી લેશે ગૂગલ પ્લે સ્ટોર અને અન્ય મોબાઇલ એપ્સના પૈસા
આ બાબતથી પરિચિત એક સુત્રએ જણાવ્યું હતું કે ગૂગલે કંપનીઓ પાસેથી ક્રોમ અને ગૂગલ સર્ચ ઇન્સ્ટોલ કરવાના અલગથી લાઇસન્સ ચાર્જ વસુલ કરશે
Trending Photos
સન ફ્રાન્સિસ્કો: એન્ડ્રોઇડ ઉત્પાદકો હવે યુરોપમાં ગૂગલને પ્રતિ ડિવાઇસ 40 ડોલરનો ચાર્જ ચુકવવાનો રહેશે, જેથી તેઓ Google Play Store અને અન્ય મોબાઇલ એપ્લિકેશન્સનો ઉપયોગ કરી શકે. ધ વર્ઝમાં શુક્રવારે પ્રકાશિત અહેવાલના અનુસાર, એપને ગૂગલ મોબાઇલ સર્વિસિસ સૂઇટ ઉપયોગ કરવા માટે પ્રતિ ડિવાઇસ 40 ડોલર સુધી આ ગોપનીયતા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.
વાંચવા માટે ક્લિક કરો: JIO Diwali Offer: યુઝર્સને આખુ વર્ષ મફતમાં મળશે આખુ વર્ષ ડેટા, જાણો કઇ રીતે !
અહેવાલમાં કહેવામા આવ્યું છે, ‘‘નવા ચાર્જ દેશ અને ડિવાઇસના ટાઇપના હિસાબથી અલગ-અલગ હોય શકે છે. આ એક ફેબ્રુઆરી, 2019 અથવા ત્યારબાદથી સક્રિય થતા ડિવાઇસો પર લાગું કરવામાં આવશે.’’
વાંચવા માટે ક્લિક કરો: 50 કરોડ મોબાઈલ નંબર બંધ થઈ શકે છે, સૌથી વધુ જોખમ રિલાયન્સ JIOના ગ્રાહકોને
નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ‘‘આ બાબતથી પરિચિત એક સુત્રએ જણાવ્યું હતું કે ગૂગલે કંપનીઓ પાસેથી ક્રોમ અને ગૂગલ સર્ચ ઇન્સ્ટોલ કરવાના અલગથી લાઇસન્સ ચાર્જ વસુલ કરશે.’’ ટેકનોલોજી દિગ્ગજોએ જો કે હજી સુધી આ અંગે ટિપ્પણી કરી નથી. આ અઠવાડિયાના પ્રારંભમાં ગૂગલે જણાવ્યું હતું કે તે મોબાઇલ ઉપકરણ ઉત્પાદકો સાથે સુસંગતતા કરારને અપગ્રેડ કરી રહ્યા છે અને તેમને પૂરોપમાં ઉપયોગ કરવામાં ગૂગલ પ્લે અને અન્ય એન્ડ્રોઇડ એપ માટે ચાર્જ લેવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે