Google Search: સાચવજો! ભૂલથી પણ ગૂગલ પર સર્ચ ના કરતા આ વસ્તુ, નહીં તો ઘરે આવશે પોલીસ

 ગૂગલ પર બધું જ મળે છે પણ કેટલીક એવી વાત છે જે ક્યારેય ગૂગલ પર સર્ચ ન કરવી જોઈએ.. આજે વાત કરીશું એની.. એક જમાનો હતો જ્યારે તમને કોઈ પણ પ્રકારની ઈન્ફોર્મેશન જોઈતી હોય તો મોટી મોટી પુસ્તકોને ફેંદવા પડતા હતા. ખુબ જ વાંચન પછી તમને તમારા સવાલોનો જવાબ મળતો હતો. પરંતુ આજે હવે એ સમય નથી રહ્યો. આજે પણ તમે ગુગલ પર ગયા, પોતાનો સવાલ લખ્યો અને મળી ગયો જવાબ. પરંતુ કેટલીક એવી માહિતી પણ છે જેના વિશે આપે ગુગલ પર ક્યારેય સર્ચ ના કરવુ જોઈએ. આજે અમે તમને પાંચ કોન્ટેટ વિશે જણાવીશ જે તમારે ગુગલ પર ક્યારેય સર્ચ ના કરવુ જોઈએ.
Google Search: સાચવજો! ભૂલથી પણ ગૂગલ પર સર્ચ ના કરતા આ વસ્તુ, નહીં તો ઘરે આવશે પોલીસ

Google Search: ગૂગલ પર બધું જ મળે છે પણ કેટલીક એવી વાત છે જે ક્યારેય ગૂગલ પર સર્ચ ન કરવી જોઈએ.. આજે વાત કરીશું એની.. એક જમાનો હતો જ્યારે તમને કોઈ પણ પ્રકારની ઈન્ફોર્મેશન જોઈતી હોય તો મોટી મોટી પુસ્તકોને ફેંદવા પડતા હતા. ખુબ જ વાંચન પછી તમને તમારા સવાલોનો જવાબ મળતો હતો. પરંતુ આજે હવે એ સમય નથી રહ્યો. આજે પણ તમે ગુગલ પર ગયા, પોતાનો સવાલ લખ્યો અને મળી ગયો જવાબ. પરંતુ કેટલીક એવી માહિતી પણ છે જેના વિશે આપે ગુગલ પર ક્યારેય સર્ચ ના કરવુ જોઈએ. આજે અમે તમને પાંચ કોન્ટેટ વિશે જણાવીશ જે તમારે ગુગલ પર ક્યારેય સર્ચ ના કરવુ જોઈએ.

1. કોઈ પણ ક્રિમિનલ શબ્દો સર્ચ ના કરવા-
જો તમે ગુગલ પર બોમ્બ બનાવવાની રીત કે પછી હથિયારોની માહિતી વિશે સર્ચ કરશો, તો જવાબ તો તમને મળી જ જશે. પરંતુ સાવધાન. આપ સુરક્ષા એજન્સીના નિશાના પર છો. જે કોઈ પણ વ્યક્તિ ગુગલ પર આવા કી વર્ડ્સ સર્ચ કરે છે તે લોકોના ip એડ્રેસને સુરક્ષા એજન્સી ટ્રેસ કરે છે, તમારી પર નજર રાખવામાં આવશે અને તમારી ધરપકડ પણ થઈ શકે છે.

2. પર્સનલ ઈન્ફોર્મેશન સર્ચ ના કરો-
ઘણી વખત લોકોને એ કૂતુહલ હોય છે કે પોતાનું નામ ગુગલ પર નાખીશું તો શું આવશે. તે વાતમાં ને વાતમાં લોકો પોતાની પર્સનલ ઈન્ફોર્મેશન ગુગલ પર લખે છે. આપને જણાવી દઈએ આજનો જમાનો ડેટા ડેકનોલોજીનો છે. ગુગલ પર નાખેલી આપની ઈન્ફોર્મેશનનો ઉપયોગ કોઈ પણ કરી શકે છે.

3. ગર્ભપાત કેવી રીતે કરવું?
આપણા દેશમાં ગર્ભપાતનો એક મોટો ઈશ્યું છે. આજે આપણા દેશમાં સરકાર પ્રયાસ કરી રહી છે કે બાળકીની હત્યા બંધ થઈ જાય છે. સ્ત્રી દર અને પૂરુષ દર સરખો રહે તેમાટે લાખ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેવામાં જો આપ ગુગલ પર આવુ સર્ચ કરશો તો તમને તકલીફમાં પડી શકો છો. શક્ય છે કે ગર્ભપાતને લઈ ઈન્ફોર્મેશન તમને ગુગલ પર ખોટી મળે અને તમે ગેરમાર્ગે દોરાવો. સાચી સલાહ લેવા માટે ડોક્ટરનો જ સંપર્ક કરવો

4. તમારી બિમારીનો ઈલાજ ના શોધવો-
અધૂરૂ જ્ઞાન આપને મુશ્કેલીમાં મુકી શકે છે. એ વાત સાચી છે કે ગુગલ પાસે આપના દરેક સવાલના જવાબ છે. પણ બધા જ જવાબ સાચા નથી. આજકાલ લોકો પોતાની બિમારીનો ઈલાજ ગુગલ પર સર્ચ કરતા હોય છે. અરે ભાઈ ગુગલ ડોક્ટર બની જશે તો ડોક્ટર્સ શું કરશે. બિમારી છે તો ઈલાજ માટે ડોક્ટર પાસે જ જવુ જોઈએ.

5. ચાઈલ્ડ પોર્ન-
તાજેતરમાં જ આપણા દેશની સરકારે મોટા ભાગે પોર્ન વેબસાઈટ્સ પર પ્રતિબંધ મુકી દિધો છે. ખાસ કરીને એવી વેબસાઈટ જે ચાઈલ્ડ પોર્ન સાથે જોડાયેલી હોય. દેશમાં વધતી બાળકોની કિડનેપિંગ અને ચાઈલ્ડ અબ્યુસના કિસ્સા આના કારણે જ વધે છે. જો તમે આ પ્રકારના કિ વર્ડ્સ સર્ચ કરો છો તો આપના IP એડ્રેસ પર નજર રાખવામાં આવશે. શક્યતા છે કે આપની ધરપકડ પણ થઈ શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news