એડવાન્સ ફીચરની સાથે Pixel 8 અને Pixel 8 Pro લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત

ગૂગલે પોતાના ફેન્સ માટે Google Pixel 8 સિરીઝ લોન્ચ કરી દીધી છે. ગૂગલે પિક્સલ 8 સિરીઝની સાથે પિક્સલ વોચ 2 અને પિક્સલ બડ્સ પ્રો પણ લોન્ચ કર્યાં છે. લોન્ચ થયેલી દરેક પ્રોડક્ટનું બુકિંગ તમે આજથી કરી શકો છો. 

એડવાન્સ ફીચરની સાથે Pixel 8 અને Pixel 8 Pro લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત

Google Pixel 8 Series Launched: જો તમે પણ ગૂગલના ફેન્સ છો તો તમારા માટે ગુડ ન્યૂઝ છે. લાંબા સમય બાદ કંપનીએ આજે Made By Google ઈવેન્ટમાં પોતાની મોસ્ટ અવેટેડ Pixel 8 સિરીઝને લોન્ચ કરી દીધી છે. પિક્સલ 8 સિરીઝની સાથે કંપનીએ Pixel Watch 2 અને Pixel Buds Pro ને લોન્ચ કર્યાં છે. જો તમે ગૂગલના આ ન્યૂલી લોન્ચ્ડ ડિવાઇસ લેવા ઈચ્છો છો તો કંપનીની સત્તાવાર વેબસાઇટ અને ગૂગલ સ્ટોર તથા ફ્લિપકાર્ટથી બુકિંગ કરાવી શકો છો.

ગૂગલે Pixel 8 સિરીઝમાં ઘણા શાનદાર ફીચર્સ આપ્યા છે. ગૂગલે પિક્સલ વોચથી લઈને બંને સ્માર્ટફોનમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો છે. પિક્સલ 8 સિરીઝમાં ગૂગલે પોતાનું નવુ પ્રોસેસર Tensor G3 ચિપસેટ આપી છે.

જાણો કિંમત
કંપનીએ Google Pixel 8 ને બે વેરિએન્ટમાં લોન્ચ કર્યો છે. બેસ વેરિએન્ટ 8GB+128GB સ્ટોરેજ અને અપર વેરિએન્ટ 8જીબી રેમ અને 256જીબી સ્ટોરેજની સાથે આવે છે. Pixel 8 ને ખરીદવા માટે આશરે 75999 રૂપિયા ખર્ચ થશે. જો 
Pixel 8 Pro ની વાત કરીએ તો તેમાં યૂઝર્સને 12GB રેમની સાથે 25GB અને 512GB સ્ટોરેજ ઓપ્શન મળે છે. Pixel 8 Pro લેવા માટે ગ્રાહકોએ  1,06,999 રૂપિયા ખર્ચ કરવો પડશે. 

Pixel 8 અને 8 Pro ના સ્પેક્સ
Pixel 8 માં ગ્રાહકોને 6.2 ઇંચની Actua ડિસ્પ્લે મળશે જેમાં 120Hz નો રિફ્રેશ રેટ મળે છે. 

ગૂગલે Pixel 8 Pro માં 6.7 ઇંચની ડિસ્પ્લે મળે છે. તેમાં યૂઝર્સને 120Hz નો રિફ્રેશ રેટ મળે છે. 

બંને સ્માર્ટફોનમાં કંપનીએ 2400 નિટ્સની પીક બ્રાઇટનેસ આપી છે. 

Pixel 8 અને Pixel 8 Pro માં યૂઝર્સે ગૂગલનું નવુ પ્રોસેસર Tensor G3 મળે છે.

ફોટોગ્રાફી લવર્સ માટે આ બંને સ્માર્ટફોનમાં જોરદાર ફીચર્સ મળે છે. 

Pixel 8 માં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. 

તેમાં પ્રાઇમરી કેમેરો 50 મેગાપિક્સલનો છે, જ્યારે સેકેન્ડરી કેમેરો 12MP નો છે. 
 
Pixel 8 માં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 10.5 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. 

Pixel 8 Pro માં કંપનીએ ત્રિપલ કેમેરો આપ્યો છે, જેમાં 48MP, 50MP અને 48MP નો લેન્સ આપવામાં આવ્યો છે.

Pixel 8 Pro માં કંપનીએ 10.5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news