OTP કે PIN વિના ખાલી થઇ જશે તમારું બેંક એકાઉન્ટ, જાણો ચોરીની નવી ટ્રિક

Fraudsters: જો તમે તમારા ફોનમાં પણ કોઇ અનનોન કોલ આવે છે તો તેનાથી તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા નિકળી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સિમ સ્વાઇપ ફ્રોડ અંતગર્ત આવે છે. તો ચાલો તેના વિશે વિસ્તારપૂર્વક જાણીએ.  

OTP કે PIN વિના ખાલી થઇ જશે તમારું બેંક એકાઉન્ટ, જાણો ચોરીની નવી ટ્રિક

SIM Swap: અત્યાર સુધી આપણે જાણતા અને સાંભળતા હતા કે ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે કોઇની સાથે તેનો પાસવર્ડ અથવા પિન શેર કરવો ન જોઇએ. તો બીજી તરફ જો કોઇ તમારા ફોનમાં કોઇ OTP અથવા લિંક આવે છે તો તેને બિલકુલ ક્લિક ન કરવી જોઇએ. આમ કરવાથી તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉડી શકે છે. 

પરંતુ શું જ્યારે ફક્ત મિસ્ડ કોલથી તમારા ખાતામાંથી પૈસા નિકળી જાય? હવે ચોરોએ કંઇક નવી ટ્રીક શોધી કાઢી છે, જેમાં કોઇપણ ઓટીપી, પિન, પાસવર્ડ કે લિંક વિના લોકોના એકાઉન્ટમાંથી પૈસા નિકળી રહ્યા છે. 

સિમ સ્વાઇપ
કહેવામાં આવી રહ્યું છે કે બેંકમાંથી પૈસા કાઢવા માટે હવે 'સિમ સ્વાઇપ ફ્રોડ' નો ઉપયોગ કરી રહ્યા છે. તેમાં તમારા એકાઉન્ટ સુધી પહોંચવા માટે તમારા ફોન નંબરનો ઉપયોગ કરવામાં આવે છે અને સિમ સ્વિચ કરવામાં આવે છે. 

છેતરપિંડી કરનારાઓ તમારા મોબાઇલ ફોનના સિમ પ્રોવાઇડર સાથે સંપર્ક કરે છે અને તેમને તે નંબરનું સિમ કાર્ડ એક્ટિવ કરવા માટે મનાવી લે છે. એકવાર સિમ એક્ટિવ થઇ જાય છે, તો સ્કેમર્સ પાસે પીડિતના ફોન નંબર પર કંટ્રોલ હોય છે. ત્યારબાદ તે નિયંત્રણ કોલ અથવ ટેકસ્ટ પ્રાપ્ત કરવા માટે મહત્વપૂર્ણ વસ્તુઓ પર કંટ્રોલ કરી શકે છે. 

આ છે કોડ
**21* મોબાઇલ નંબર#

જે મોબાઇલ પર ઇનકમિંગ કોલ બંધ કરવા માંગો છો, તે મોબાઇલના ઓપ્શનમાં જ્યાં કોલ કરવા માટે નંબર ડાયલ કરો છો. હવે **21* ત્યારબાદ તે મોબાઇલ નંબર ડાયલ કરો જે બંધ છે. ત્યારબાદ # ટાઇપ કરો અને  OK કરી દો. આમ કરવાથી તમારા ફોન પર આવનાર કોલ ડાયવર્ટ થઇ જશે, અને તમને કોઇ ડિસ્ટર્બ કરશે નહી. 

##002#
કોલ તો ડાયવર્ટ થઇ ગઇ પરંતુ એવું નથી કે હંમેશા તમારા આ નંબર પર ઇનકમિંગ કોલ જોઇતા નથી. તેના માટે તમારા મોબાઇલ પરથી ##002# ટાઇપ કરવાનું રહેશે, એ જ રીતે જે પ્રમાણે કોલ ડાવર્ટ કરતી વખતે ડાયલ કર્યું હતું. આમ કરતાં જ તમારો ફોન પહેલાંની માફક થઇ જશે. એટલે કે ફોન પર ઇનકમિંગ શરૂ થઇ જશે. 

છેતરપિંડીથી બચવા માટે કરો આ વસ્તુઓનો ઉપયોગ
જો તમારે આ પ્રકારના સાઇબર છેતરપિંડીથી બચવું છે તો નીચે આપવામાં આવેલી બાબતોનું ધ્યાન રાખો. 

તમારા સિમને હંમેશા અપડેટ કરતા રહો, તેનું સમયાંતરે  KYC કરાવતા રહો. 
કોઇપણ અનનોન કોલ અથવા મેસેજનો જવાબ ન આપો.
કોઇ અજાણી લિંકને ખોલવાનું ટાળો.
જો પૈસા નિકળી ગયા છે તો તાત્કાલિક બેંકનો સંપર્ક કરો અને એકાઉન્ટને લોક કરાવો.
ફ્રોડની જાણકારી સાઇબર સેલને આપો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news