હવે આવી Facebookની ડેટિંગ એપ્સ, જાણો શું છે તેમાં ખાસ
સોશિયલ મીડિયા પોતાની ધાક જમાવ્યા બાદ દુનિયાની નંબર વન સોશિયલ સાઇટ ફેસબુક (Facebook) હવે પોતાની ડેટિંગ એપ (Dating App) લઇને આવી રહ્યું છે. ફેસબુકે તેની નવી ડેટિંગ એપને યૂરોપમાં લોન્ચ કરી છે. નવી એપ ટિન્ડર (Tinder), ઓકેક્યૂપિડ (OkCupid) અને હેપન (Happn) જેવી એપ્સને ટક્કર આપશે.
Trending Photos
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પોતાની ધાક જમાવ્યા બાદ દુનિયાની નંબર વન સોશિયલ સાઇટ ફેસબુક (Facebook) હવે પોતાની ડેટિંગ એપ (Dating App) લઇને આવી રહ્યું છે. ફેસબુકે તેની નવી ડેટિંગ એપને યૂરોપમાં લોન્ચ કરી છે. નવી એપ ટિન્ડર (Tinder), ઓકેક્યૂપિડ (OkCupid) અને હેપન (Happn) જેવી એપ્સને ટક્કર આપશે.
The Vergeની રિપોર્ટ અનુસાર ફેસબુક ડેટિંગ એપને યૂરોપના લગભગ 50 દેશોમાં લોન્ચ કરી છે. જો કે, કંપની આ ડેટિંગ એપને આ વર્ષ 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે લોન્ચ કરવા ઇચ્છતું હતું. પરંતુ કોરોના વાયરસ મહામારી ફેલાવ્યા બાદ તેને ટાળવામાં આવી હતી. ફેસબુક ડેટિંગ ઘણા સમય પહેલાથી અમેરિકામાં લોન્ચ કરવામાં આવી છે.
શું ખાસ છે આ એપમાં?
પ્રાપ્ત જાણકારી અનુસાર ફેસબુક ડેટિંગમાં યૂઝર્સની પસંદ અનુસાર મેચિંગ કરવામાં આવશે. યૂઝરને બેસ્ટ મેચ સૂચવવા માટે ફેસબુકની એક્ટિવિટી અને પસંદ- નાપસંદનો ઉપયોગ કરશે. ફેસબુક ડેટિંગ માત્ર મોબાઇલ એપ પર જ ઉપલબ્ધ હશે. યૂઝર તેમના ઇન્સ્ટાગ્રામ (Instagram) અને ફેસબુકના ફોટો પણ તેમની પ્રોફાઇલ અથવા ટાઇમલાઇનમાં ઉપયોગ કરી શકશે. યૂઝર તેમની ડેટને ઇમ્પ્રેસ કરવા માટે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝનો પણ ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત ફેસબુક ડેટિંગમાં મેસેન્જરની જેમ એક ફિચર હશે જેનો ઉપયોગ ચેટિંગ માટે કરવામાં આવશે.
જણાવી દઇએ કે, App Annieના તાજા રિપોર્ટ અનુસાર દુનિયા ભરમાં સૌથી વધારે પૈસા ડેટિંગ એપ્સ પર ખર્ચ કરવામાં આવે છે. લોકો આ એપ્સ માટે ખુબ જ પૈસા ખર્ચ કરે છે. ફેસબુકની આ સેગમેન્ટ પર જોવા મળી રહી છે. યૂઝર ગ્રોથ અને રેવેન્યૂને ધ્યાનમાં રાખી ફેસબુકે નવા એપ લોન્ચ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે