હવે તમારા Facebook મિત્રો સાથે Instagram દ્વારા કરો Chat, આવી રહ્યું છે નવું ફીચર

માર્ક જુકરબર્ગ (Mark Zuckerberg) ઘણા લાંબા સમયથી ઇંસ્ટાગ્રામ (Instagram), વોટ્સઅપ (WhatsApp) અને મેસેંજર (Messenger) ત્રણેય પ્લેટફોર્મ્સને ઇંટીગ્રેટ કરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે હવે તેની શરૂઆત અમેરિકામાં પહોંચી ગઇ છે.

હવે તમારા Facebook મિત્રો સાથે Instagram દ્વારા કરો Chat, આવી રહ્યું છે નવું ફીચર

નવી દિલ્હી: માર્ક જુકરબર્ગ (Mark Zuckerberg) ઘણા લાંબા સમયથી ઇંસ્ટાગ્રામ (Instagram), વોટ્સઅપ (WhatsApp) અને મેસેંજર (Messenger) ત્રણેય પ્લેટફોર્મ્સને ઇંટીગ્રેટ કરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે હવે તેની શરૂઆત અમેરિકામાં પહોંચી ગઇ છે. જી હાં, ત્રણેય ફીચર્સમાં ફેસબુકે મેસેંજર અને ઇંસ્ટાગ્રામ ચેટ્સને ઇંટ્રીગ્રેટ કરવા શરૂ કરી દીધા છે. Instagram અને Facebook Messenger સાથે જ Facebook Messenger યૂઝ કરી શકો છો. એકવાર અપડેટ થયા બાદ યૂઝર્સ પોતાના ફીચર્સમાં ફેરફાર કરી શકશે અને બંને ચેટ્સને મર્જ કરી શકશે. 

રિપોર્ટ અનુસાર ફેસબુક દ્વારા iOS અને એંડ્રોઇડ બંને ડિવાઇસ માટે ઇંસ્ટાગ્રામ મોબાઇલ એપમાં એક ઍપડેટ મોકલવામાં આવ્યું છે. તેમાં એક મેસેજ લખવામાં આવ્યો છે, 'આ ઇસ્ટાગ્રામમાં મેસેજ મોકલવાની નવી રીતે છે.' તેમાં ઘણા નવા ફીચર્સ પણ મળશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલ ફેસબુકની સાથે ફ્રેંડ્સવાળા ફીચર ઉપલબ્ધ નહી હોય. જોકે અપડેટ સાથે બાકી ફીચર્સ જોવા મળી રહ્યા છે. DM આઇકનને મેસેંજર આઇકનની સાથે રિપ્લેસ કરી દીધું છે. લેટેસ્ટ ફીચર એડ થયા બાદ હવે Instagram ચેટ્સ કલરફૂલ જોવા મળી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે ફેસબુક હાલ ઇંસ્ટાગ્રામ-મેસેંજર ઇંટીગ્રેશન (Instagram- Messenger Integration) ની ટેસ્ટિંગ કરી રહ્યું છે. કારણ કે તેને લઇને કોઇ સત્તાવાર પુષ્ટિ થઇ નથી. 

ફેસબુક એકવાર અપડેટ થતાં જ નવા ફેરફાર તમને જોવા મળશે. સૌથી પહેલાં તમને તમારું ચેટબોક્સ કલરફૂલ જોવા મળશે અને બીજું તમે ઇમોજી રિએક્શન પણ બદલાઇ જશે. ચેટ બોક્સમાં ત્રીજો ચેંજ હશે મેસેજીસ માટે સ્વાઇપ ટૂ રિપ્લાઇ અને ચોથું- ચેટ વિથ ફેસબુક ફ્રેંડ્સ. આ બધી વસ્તુઓ તમને અપડેટ કર્યા બાદ જ જોવા મળશે. આ અપડેટેશનમાં સૌથી મોટો ફેરફાર તમને જોવા મળશે. ઇંસ્ટાગ્રામના દ્વારા મેસેંજર પર ચેટ. એવામાં તમે તમારા ફેસબુક ફ્રેંડ્સ સાથે ઇંસ્ટાગ્રામ વડે ચેટ કરી શકશો.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news