દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ હોય છે અલગ-અલગ,ગર્ભમાંથી જ બને છે ફિંગરપ્રિન્ટ

ખૂબ જ આશ્ચર્યની વાત છે કે આખી દુનિયામાં કોઈના ફિંગરપ્રિન્ટ મેચ નથી થતા. દરેક વ્યક્તિના પોતાના યુનિક ફિંગરપ્રિન્ટ હોય છે અને તે આજીવન રહે છે. એટલા માટે જ વ્યક્તિની સરળતાથી ઓળખ કરવા માટે ફિંગરપ્રિન્ટનો ઉપયોગ થાય છે.

દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ હોય છે અલગ-અલગ,ગર્ભમાંથી જ બને છે ફિંગરપ્રિન્ટ

દુનિયામાં કરોડો લોકો રહે છે અને દરેક વ્યક્તિ બીજા કરતા અલગ હોય છે. બધાના ચહેરા અને આદતો પણ અલગ અલગ હોય છે. એવી જ રીતે બધા લોકોની આંગળીઓ પર અલગ અલગ નિશાન હોય છે, જેને ફિંગરપ્રિન્ટ કહેવામાં આવે છે. એક વ્યક્તિના ફિંગરપ્રિન્ટ બીજા સાથે મેચ નથી થતા. દરેક વ્યક્તિના હાથમાં સ્કીનનાં બે લેયર બનેલા હોય છે. પહેલી પરતને એપિડર્મિસ અને બીજી પરતને ડર્મિસ કહેવામાં આવે છે. જેમ જેમ માણસની ઉંમર વધે છે, તેમ તેમ આ પરત પણ એકસાથે વધે છે. આ જ બંને પરતથી બને છે ફિંગરપ્રિન્ટ. ફિંગરપ્રિન્ટ એટલા મહત્વપૂર્ણ હોય છે કે, તેનો ઉપયોગ પાસવર્ડ બનાવવામાં પણ થાય છે. આ જ કારણ છે કે મહત્વના દસ્તાવેજો બનાવવા માટે વ્યક્તિના ફિંગરપ્રિન્ટની જરૂર પડે છે. ચાલો જાણીએ ફિંગરપ્રિન્ટ સાથે જોડાયેલા રોચક તથ્યો.

હાથ દાઝી જાય તો પણ ફિંગરપ્રિન્ટ નષ્ટ નથી થતા
આજકાલ લોકો પોતાના મહત્વના દસ્તાવેજ પર ફિંગરપ્રિન્ટ લોક રાખે છે. સ્કૂલ, કોલેજ, ઓફિસમાં હાજરી માટે પણ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ થાય છે. હાથની ત્વચામાં આ ફિંગરપ્રિન્ટ એટલા ઊંડા હોય છે કે હાથ દાઝી જાય અથવા એસિડ પણ પડે તો પણ ફિંગરપ્રિન્ટ નષ્ટ નથી થતા. આપણા હાથમાં કોઈ ઈજા પહોંચે તો પણ ફિંગરપ્રિન્ટ યથાવત્ રહે છે. જો હાથમાં કોઈ પ્રકારની સમસ્યા થાય અને ફિંગરપ્રિન્ટ ગાયબ થઈ જાય તો થોડા સમય પછી પાછા ત્વચા પર ઉપસી આવે છે.

ખૂબ જ આશ્ચર્યની વાત છે કે આખી દુનિયામાં કોઈના ફિંગરપ્રિન્ટ મેચ નથી થતા. દરેક વ્યક્તિના પોતાના યુનિક ફિંગરપ્રિન્ટ હોય છે અને તે આજીવન રહે છે. એટલા માટે જ વ્યક્તિની સરળતાથી ઓળખ કરવા માટે ફિંગરપ્રિન્ટનો ઉપયોગ થાય છે. કારણકે કોઈ વ્યક્તિ ચહેરો બદલી શકે, પરંતુ ફિંગરપ્રિન્ટને કોઈ નથી બદલી શકતુ.

ગર્ભમાંથી જ બને છે ફિંગરપ્રિન્ટ
જ્યારે માણસનો જન્મ પણ નથી થયો હોતો, ત્યારથી ફિંગરપ્રિન્ટ બનવા લાગે છે. જી હાં, બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય છે, ત્યારથી ફિંગરપ્રિન્ટ બનવા લાગે છે. આ નિશાનો પાછળ વ્યક્તિના જીન્સ અને વાતાવરણનો પ્રભાવ હોય છે.

જેમ જેમ માણસની ઉંમર વધવા લાગે તેમ તેમ આ પ્રિન્ટ પણ મોટા થતા જાય છે. બાળપણમાં મુલાયમ હોવાની સાથે સાથે જેમ જેમ ઉંમર વધે છે, તેમ તેમ આ નિશાન થોડા કડક થતા જાય છે. માણસના મૃત્યુ સુધી ફિંગરપ્રિન્ટમાં કોઈ ફેરફાર થતો નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news