Elon Musk કંપનીનું નવું કારનામુ, પોતાના મગજથી વીડિયો ગેમ રમે છે વાંદરો, જુઓ Video

એલન મસ્કની કંપની ન્યૂરાલિંકના એક વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આ વીડિયોમાં એક વાંદરો પોતાના મગજનો ઉપયોગ કરી વીડિયો ગેમ રમી રહ્યો છે. એલન મસ્કે પણ આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. 

Elon Musk કંપનીનું નવું કારનામુ, પોતાના મગજથી વીડિયો ગેમ રમે છે વાંદરો, જુઓ Video

નવી દિલ્હીઃ એક વાંદરાનો વીડિયો ગેમ રમતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એલન મસ્કની કંપની ન્યૂરાલિંકે આ વીડિયો રિલીઝ કર્યો છે. ન્યૂરાલિંક માનવ મસ્તિષ્કને કમ્પ્યૂટર સાથે જોડવા માટે ઇમ્પ્લાટેબલ બ્રેન-મશીન ઇન્ટરફેસ વિકસિત કરી રહી છે. આ વીડિયોમાં એક વાંદરાને પોતાના મગજનો ઉપયોગ કરતા વીડિયો ગેમ રમતો દેખાડવામાં આવ્યો છે. એલન મસ્કે પણ ટ્વિટર પર વાંદરાના Pong રમવાનો વીડિયો શેર કર્યો છે. 

નવ વર્ષના વાંદરા  (Pager) નો વીડિયો બનાવતા પહેલા આશરે છ સપ્તાહ પહેલા ન્યૂરાલિંક ચિપ લગાવવામાં આવી હતી. તેને પહેલા જોયસ્ટિકની સાથે ઓન-સ્ક્રીન ગેમ રમાડવાનું શીખાડવામાં આવ્યું હતું. વીડિયોમાં વાંદરો કલર બોક્સ જોયસ્ટિકનો ઉપયોગ કરી ગેમ રમતો જોવા મળે છે. ન્યૂરાલિંકના મશીન લર્નિંગનો ઉપયોગ તે અનુમાન લગાવી લેવામાં આવ્યું હતું કે વાંદરો કલર બોક્સને ક્યાં લઈ જશે અને તેના હાથના મૂવમેન્ટનું પણ પહેલા અનુમાન લગાવી લેવામાં આવ્યું. આખરે થોડા સમય બાદ જોયસ્ટિકને કમ્પ્યૂટરથી ડિસ્કનેક્ટ કરી દેવામાં આવી પરંતુ વાંયદાએ પોતાના મગજનો ઉપયોગ કરી પોંગ રમવાનું ચાલુ રાખ્યું. 

— Elon Musk (@elonmusk) April 9, 2021

એલન મસ્કે ટ્વિટર પર યૂટ્યૂબ વીડિયો લિંક શેર કરતા લખ્યું, વાંદરો પોતાના મગજથી પોંગ રમે છે. એલને આગળ લખ્યુ કે, 'એક વાંદરો બ્રેન ચિપનો ઉપયોગ કરી ગેમ રમી રહ્યો છે. તેના ટ્વીટ પર લાખો લાઇક અને રિએક્શન આવી રહ્યાં છે.'

પેરાલિસિસ પીડિતો માટે બનાવી રહ્યાં છે પ્રોડક્ટ
એક અન્ય ટ્વીટમાં મસ્કે કહ્યુ કે, ન્યૂરાલિંક પ્રોડક્ટ પેરાલિસિસથી પીડિત વ્યક્તિને પોતાના મગજથી સ્માર્ટફોનનો ઉપયોગ કરવા માટે ઇનેબલ બનાવસે અને આ કોઈ વ્યક્તિના અંગૂઠાનો ઉપયોગ કરવાની તુલનામાં ઝડપથી કામ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news