DTH-કેબલ TV બજારમાં જામશે પ્રાઇસવોર, માર્કેટમાં ઉતરશે આ દિગ્ગજ કંપની

આ સેવા માટે શરૂઆતમાં ગ્રાહકોને 4500 રૂપિયા પે કરવા પડશે, જે રિફંડેબલ છે. તેને Paytm, Jio Money, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા કેશ પે કરી શકો છો.

DTH-કેબલ TV બજારમાં જામશે પ્રાઇસવોર, માર્કેટમાં ઉતરશે આ દિગ્ગજ કંપની

DTH માર્કેટમાં પ્રાઇસવોર છેડાઇ શકે છે, કારણ કે મુકેશ અંબાણીના સ્વામિત્વવાળી કંપની જિયો ગીગાફાઇબર (Jio GigaFibre) કમર્શિયલ લોન્ચ કરવા માટે તૈયાર છે. આ પહેલાં 2017માં દિલ્હી સ્થિત વીકોન મીડિયાએ રિલાયન્સ Big TVનું અધિગ્રહણ કર્યું છે. એક મીડિયા રિપોર્ટનું માનીએ તો બજારમાં કંસોલિડેશનનો દૌર એકવાર ફરી જોવા મળી શકે છે. તેનાથી સુનિશ્વિતપણે ગ્રાહકોને ફાયદો મળશે.

ટાટા સ્કાઇ પહેલાંથી ઉપલબ્ધ
DTH બજારમાં ટાટા સ્કાય અને એરટેલ ડીટીએચ પણ મોટા પ્લેયર છે. જિયો ફાઇબર બ્રોડબેંડ નેટવર્ક આ વર્ષના બીજા છમાસિકમાં લોન્ચ થવાની આશા છે. અત્યારે મુંબઇ, દિલ્હી-એનસીઆર, અમદાવાદ અને સુરતમાં ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. રિલાયન્સ જિયો ફાઇબર સર્વિસમાં 100 મેગાબાઇટ સુધીની સ્પીડ ઓફર કરી રહ્યું છે. ગ્રાહક વધુ સ્પીડ ઇચ્છે તો તે 4500 રૂપિયાની રિફંડેબલ એમાઉન્ટ સાથે લઇ શકે છે.

ઇન્ટરનેટ સર્વિસ પણ આપશે જિયો ગીગાફાઇબર
બિઝનેસ સ્ટાડર્ડના સમાચાર અનુસાર જિયો ગીગા ફાઇબર સર્વિસથી ગ્રાહકોને ઇન્ટરનેટ સેવા પણ મળશે. પરંતુ અન્ય DTH સેવા પ્રોવાઇડર સેવા ઉપલબ્ધ કરાવતા નથી. એવામાં આશા છે કે જિયો ગીગા ફાઇબર સર્વિસના દેશભરમાં શરૂ થયા બાદ ગ્રાહક તેને હાથોહાથ લઇ લો.

શું લાગશે ભાડુ
આ સેવા માટે શરૂઆતમાં ગ્રાહકોને 4500 રૂપિયા પે કરવા પડશે, જે રિફંડેબલ છે. તેને Paytm, Jio Money, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા કેશ પે કરી શકો છો.

કેવી રીતે મળશે કનેક્શન
- હોમ એડ્રેસ ડોક્યુમેન્ટ
- ફોટો
- કનેક્શન માટે પેમેંટ કર્યા બાદ તમને મોબાઇલ પર SMS આવશે, જેમાં નવા કનેક્શની સૂચના થશે.
- પછી હાર્ડવેર ઇંસ્ટોલેશનની જાણકારી મળશે.
- તેનાથી ગીગા હબ હોમ ગેટવે સાથે કનેક્શન સેટ કરી શકશે.
- સેવા કેટલાક કલાકોમાં ચાલુ થઇ જશે. 
- નવા કનેક્શન માટે કંપનીની વેબસાઇટ Jio.com અથવા MyJio app પર એપ્લાઇ કરી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news