કરોડો રૂપિયા છાપી રહ્યો છે 15 વર્ષનો આ બાળક! ઘરમાં પડી છે અનેક લક્ઝરી કાર, જાણો શું કર્યું YouTube પર કે...

સૌથી પહેલા જાણીએ કે કોણ છે Donlad Dougher. તમને જણાવી દઈએ કે Donlad કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં રહે છે અને તેની ઉંમર 15 વર્ષ છે. આ એક કન્ટેન્ટ ક્રીએટર છે, જે યુટ્યુબમાંથી ઘણી મોટી કમાણી કરે છે. તે અમેરિકામાં ખૂબ જાણીતો છે.

કરોડો રૂપિયા છાપી રહ્યો છે 15 વર્ષનો આ બાળક! ઘરમાં પડી છે અનેક લક્ઝરી કાર, જાણો શું કર્યું YouTube પર કે...

Donlad Dougher 15-year-old YouTuber Owner of Many Luxury Cars: આજના મોંઘવારીના જમાનામાં કાર ખરીદવી કોઈપણ વ્યક્તિ માટે નાની અમથી વાત નથી. પરંતુ આજની દેખાદેખીની લાઈફમાં હવે સામાન્ય વાત છે. એક સારી કાર મેળવવા માટે આપણે કેટલો સમય ફાળવીએ છીએ અને હજુ કેટલા એવા પણ લોકો છે જે કાર ખરીદવા માટે પૈસા બચાવી રહ્યા છે. આજે અમે તમને 15 વર્ષના ડોનલેન્ડ ડાઉઅર (Donlad Dougher) વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે પોતાની જાતને અમેરિકાનો સૌથી અમીર બાળક જણાવે છે. આ બાળક અત્યારે ડ્રાઇવ નથી કરી શકતો પરંતુ તેના ઘરમાં તમને એકથી વધુ લક્ઝરી કાર જોવા મળશે. ચાલો તેના કાર કલેક્શન પર એક નજર કરીએ અને જાણીએ કે ડોનાલ્ડ યુટ્યુબ પર શું કરે છે.

કોણ છે Donlad Dougher?
સૌથી પહેલા જાણીએ કે કોણ છે Donlad Dougher. તમને જણાવી દઈએ કે Donlad કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં રહે છે અને તેની ઉંમર 15 વર્ષ છે. આ એક કન્ટેન્ટ ક્રીએટર છે, જે યુટ્યુબમાંથી ઘણી મોટી કમાણી કરે છે. તે અમેરિકામાં ખૂબ જાણીતો છે અને તે પોતાને અમેરિકાનો સૌથી ધનિક બાળક ગણાવે છે. Donlad Dougher 2019 માં તેની YouTube ચેનલ શરૂ કરી અને દર મહિને લગભગ 20 હજાર પાઉન્ડ (લગભગ રૂ. 19 કરોડ) કમાય છે.

Donlad Dougher 15 વર્ષનો હોવા છતાં અને તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી, તેમ છતાં તેની પાસે ઘણી વૈભવી કાર છે.

આવો જાણીએ તેની Luxury Cars વિશે.

Luxury Cars પાસે એક Bugatti Chiron 110 Years છે, જે સ્પેશિયલ એડિશન મોડલ છે. તમને જણાવી દઈએ કે બ્રાન્ડે આ મોડલને તેના 110 વર્ષની ઉજવણી કરવા માટે લોન્ચ કર્યું હતું અને તે 2.4 સેકન્ડમાં 0-62 mph સુધી પહોંચે છે. તેની ટોપ સ્પીડ 260 mph છે અને તેની કિંમત 3.3 મિલિયન પાઉન્ડ (લગભગ 32 કરોડ રૂપિયા) છે.

Donlad આ લક્ઝરી કારોનો પણ છે માલિક
Bugatti Chirron 110 Years ઉપરાંત ડોનાલ્ડ ડોગર પાસે એક Ferrari LaFerrari પણ છે, જેની કિંમત 10 લાખ પાઉન્ડ (અંદાજે રૂ. 10 કરોડ) છે. Donlad પાસે બીજી ઘણી લક્ઝરી કાર છે જેમાં 2.3 મિલિયન પાઉન્ડ (લગભગ રૂ. 22 કરોડ)ની કિંમતની Pagani Huayra Roadster અને 2.6 મિલિયન પાઉન્ડ (લગભગ રૂ. 25 કરોડ)ની Rolls-Royce Cullinan નો પણ સમાવેશ થાય છે.

આ બાળક YouTube પર શું કરે છે?
જો તમે વિચારી રહ્યા હોવ કે આ છોકરો યુટ્યુબ પર શું કરે છે, તો ચાલો તમને તેના વિશે જણાવીએ. Donlad સમયાંતરે યુટ્યુબ પર ઘણા રસપ્રદ વીડિયો પોસ્ટ કરતો રહે છે. હાલમાં Donladના યુટ્યુબ પર 600 હજાર એટલે કે લગભગ છ લાખ સબ્સ્ક્રાઇબર્સ છે, જેઓ તેના વીડિયોનો આનંદ માણે છે. Donlad એટલા પૈસા કમાય છે કારણ કે તે ઘણા રસપ્રદ વિડિયો પોસ્ટ કરે છે જેમાં કપડાં અને ટીખળથી માંડીને તેના વાહનો અને અંગત અનુભવો સુધી બધું આવરી લેવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news