Aadhaar Card: આધારનો ખોટો ઉપયોગ ન થાય તે માટે અજમાવો આ ટ્રિક, ખુબ સરળ છે, જાણો સંપૂર્ણ વિગતો

કરોડો ભારતીયોના ડેટા ડાર્ક વેબ પર અવેલેબલ છે. એક અમેરિકી સાઈબર સિક્યુરિટી ફર્મે પોતાના રિપોર્ટમાં એવો દાવો કર્યો છે. જો કે હેકરે આ મામલે તૂલ પકડતા ફાઈલ્સને રિમૂવ કરી  દીધી છે. જો તમને પણ એવું લાગતું હોય કે તમારા આધાર કાર્ડનો કોઈ ખોટો ઉપયોગ કરી શકે છે. તો તમે તેને લોક કરી શકો છો.

Aadhaar Card: આધારનો ખોટો ઉપયોગ ન થાય તે માટે અજમાવો આ ટ્રિક, ખુબ સરળ છે, જાણો સંપૂર્ણ વિગતો

કરોડો ભારતીયોના ડેટા ડાર્ક વેબ પર અવેલેબલ છે. એક અમેરિકી સાઈબર સિક્યુરિટી ફર્મે પોતાના રિપોર્ટમાં એવો દાવો કર્યો છે. જો કે હેકરે આ મામલે તૂલ પકડતા ફાઈલ્સને રિમૂવ કરી  દીધી છે. ડાર્ક વેબ પર રહેલા આ ડેટામાં યૂઝર્સનું નામ, એડ્રસ, આધાર નંબર, ફોન નંબર સહિત તમામ બીજી માહિતી છે. 

જો તમને પણ એવું લાગતું હોય કે તમારા આધાર કાર્ડનો કોઈ ખોટો ઉપયોગ કરી શકે છે. તો તમે તેને લોક કરી શકો છો. UIDAI યૂઝર્સે પોતાનો ડેટા સુરક્ષિત રાખવા માટે અનેક ફીચર્સ ઓફર કરે છે. તેમાંથી એક આધાર લોક કરવાનું છે. આ માટે તમારે ફક્ત કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. આધા કાર્ડને કેવી રીતે લોક કરવું તે ખાસ જાણો. 

કેવી રીતે લોક કરવું આધાર
આધારને લોક કરતા પહેલા તમારે 16 ડિજિટનું વર્ચ્યુઅલ ID ક્રિએટ કરવો પડશે. કારણ કે VID ની મદદથી જ તમે આધારને લોક કે અનલોક કરી શકો છો. 

આધાર બાયોમેટ્રિક્સને લોક કરવા માટે સૌથી પહેલા તમારા UIDAI ની અધિકૃત વેબસાઈટ  https://uidai.gov.in/en/ પર જવાનું રહેશે. 

અહીં તમારે My Aadhaar ના ઓપ્શન પર જવાનું રહેશે. જ્યાં તમને અનેક વિકલ્પ જોવા મળશે. જેમાં તમારે Lock/unlock Biometrics ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. 

No description available.

VID જનરેટ કર્યા બાદ તમારે આધાર લોક કરવા માટે પોતાનું વર્ચ્યુઅલ ID, પૂરું નામ, પિન કોડ, અને કેપ્ચા એન્ટર કરવાના રહેશે. ત્યારબાદ તમારા રજિસ્ટરર્ડ નંબર પર OTP આવશે. 

OTP એન્ટર કરીને તમે તમારા આધારના બાયોમેટ્રિક્સને લોક કરી શકો છો. બાયોમેટ્રિક્સને અનલોક કરવા માટે તમારે આ જ સ્ટેપ્સને ફોલો કરવાનું રહેશે. 

બસ તમારે આધાર લોકની જગ્યાએ આધાર અનલોક વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ તમારું VID, કેપ્ચા  એન્ટર કરીને OTP જનરેટ કરવાનું રહેશે. અને પછી આગળની પ્રોસેસ ફોલો કરવાની રહેશે. 

શું છે ફાયદો
ધ્યાન રાખજો કે આ ફીચરને ઓન કર્યા બાદ કોઈ તમારું બાયોમેટ્રિક્સ યૂઝ કરી શકશે નહીં. આ ફીચરને યૂઝરની સેફ્ટી માટે જોડવામાં આવ્યું છે. એટલે કે તમે તમારું VID કોઈની સાથે શેર કરશો તો ફક્ત તે જ તમારો આધાર નંબર યૂઝ કરી શકશે. તેને  તમારા બાયોમેટ્રિક્સનું એક્સેસ મળશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news