શું તમે પણ સ્માર્ટફોન ચાર્જ કરતી વખતે કરો છો આ 5 ભૂલો? તો ચેતી જાવ નહીં તો બેટરી ફટાફટ પૂરી થઈ જશે

કંપનીઓ પણ હાઈ કેપેસિટી બેટરી અને ચાર્જર લોન્ચ કરે છે. ફોનની બેટરી લાઈફ તો વધી છે પરંતુ લોકો થોડી બેદરકારી કરીને બેટરી લાઈફ ઘટાડી રહ્યાં છે. ફોનની બેટરી લાઈફને વધારવા આવો જાણીએ કેટલીક જાણી અજાણી વાતો. 

શું તમે પણ સ્માર્ટફોન ચાર્જ કરતી વખતે કરો છો આ 5 ભૂલો? તો ચેતી જાવ નહીં તો બેટરી ફટાફટ પૂરી થઈ જશે

Tips and Tricks: સ્માર્ટફોન ચાર્જ કરતી વખતે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આનાથી તમારા ફોનની બેટરી લાંબા સમય સુધી ચાલશે અને લાંબા ગાળામાં પણ તેની લાઈફ લાંબી થશે. અહીં તમને તે 5 બાબતો વિશે જણાવવામાં આવી રહ્યું છે જેનું તમારે ફોન ચાર્જ કરતી વખતે ધ્યાન રાખવું પડશે.

કહેવાય છે કે સ્માર્ટફોન હવે લાઈફનું પાર્ટ અને પાર્સલ બની ગયું છે. એના વગર જાણે કોઈ કામ થતા જ ન હોય એવું લાગે. લોકોને પણ લોન્ગ લાસ્ટિંગ બેટરીથી સજ્જ સ્માર્ટફોન્સ ગમે છે. કંપનીઓ પણ હાઈ કેપેસિટી બેટરી અને ચાર્જર લોન્ચ કરે છે. ફોનની બેટરી લાઈફ તો વધી છે પરંતુ લોકો થોડી બેદરકારી કરીને બેટરી લાઈફ ઘટાડી રહ્યાં છે. ફોનની બેટરી લાઈફને વધારવા આવો જાણીએ કેટલીક જાણી અજાણી વાતો. 

Li-Ion (લિથિયમ આયન) બેટરીનો ઉપયોગ મોટાભાગના સ્માર્ટફોનમાં થાય છે. આ બેટરી સામાન્ય રીતે 300થી 500 ચાર્જ અથવા ડિસ્ચાર્જ સાઈકલ સાથે આવે છે. ત્યાર પછી બેટરીની લાઈફ ઘટવા લાગે છે અને કેપેસિટી ઘટવા લાગે છે. એટલે કે, સંપૂર્ણ ચાર્જ થયા પછી પણ, બેટરી સંપૂર્ણ રીતે કામ કરતી નથી. 

બેટરી ચાર્જિંગ એલર્ટની ન જુઓ રાહ-
ઘણા યુઝર્સ ફોનમાંથી એલર્ટ મળ્યા પછી જ બેટરી ચાર્જ કરે છે. પરંતુ, હંમેશા બેટરી સમાપ્ત થવાની રાહ જોશો નહીં. ફોનમાંથી એલર્ટ મળતા પહેલા ફોનને ચાર્જમાં મુકો. ફોન એક જ વારમાં સંપૂર્ણ ચાર્જ થાય તે પહેલાં જ પાવર પ્લગથી ડિસ્કનેક્ટ થઈ શકે છે.

ઓફિશિયલ ચાર્જરનો જ ઉપયોગ કરો-
મોબાઈલ સાથે આવેલું ઓફિશિયલ ચાર્જર જ વાપરવાનું રાખવું. જો મૂળ ચાર્જર ઉપલબ્ધ ન હોય, તો કોમ્પિટેબલ ચાર્જરનો ઉપયોગ કરી શકાય છે. જો તમે લાંબા સમય સુધી અન-કોમ્પિટેબલ ચાર્જરનો ઉપયોગ કરો છો, તો તમારા ફોનની બેટરીને નુકસાન થઈ શકે છે.

સોકેટમાંથી ચાર્જરને દૂર કરો-
નવા સ્માર્ટફોન બેટરી ફુલ ચાર્જ થયા પછી ચાર્જ થવાનું બંધ કરી દે છે. પરંતુ, તેનો અર્થ એ નથી કે ચાર્જર પણ કામ કરવાનું બંધ કરી દે છે. આ સિવાય ચાર્જ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરો. આનાથી બેટરી ઝડપથી ચાર્જ થતી નથી અને બેટરીના સેલને અસર કરે છે.

બેટરી ચાર્જ કરતી વખતે ફોનનો ઉપયોગ કરશો નહીં-
મોબાઈલ ફોન ચાર્જ કરતી વખતે તેનો ઉપયોગ કરશો નહીં. ખાસ કરીને ચાર્જ કરતી વખતે ગેમ રમશો નહીં કે વીડિયો જોશો નહીં. આ કારણે બેટરી પૂરી કેપેસિટી સાથે ચાર્જ થઈ શકતી નથી. જેની અસર તેની બેટરી લાઈફ પર પણ જોવા મળી રહી છે.

બેટરીનું નુકસાન આ રીતે થઈ શકે-
તાપમાનથી પણ બેટરી પર ઘણી અસર પડે છે. ઉચ્ચ તાપમાન બેટરી પર વધુ દબાણ કરે છે. આ કારણે તેની ક્ષમતા ઝડપથી ઘટી જાય છે. આવી સ્થિતિમાં ફોનની બેટરીને ખૂબ ગરમ રૂમમાં ચાર્જ ન કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news