WhatsApp નું આ Version ડાઉનલોડ કર્યું તો જિંદગી થઈ જશે રમણભમણ! ચેક કરી લેજો તમારો Mobile

WhatsApp Tips And Tricks: Android માટે WhatsApp ના મોડિફાઈડ વર્જનમાં એક નવો ટ્રોજન શોધવામાં આવ્યો છે. આને ટ્રોજન ટ્રાયડા કહેવામાં આવે છે. ડાઉનલોડ કર્યા પછી આ એપ તમને મુશ્કેલીમાં મુકી શકે છે. આ તમારા અકાઉન્ટને હેક પણ કરી શકે છે. 

WhatsApp નું આ Version ડાઉનલોડ કર્યું તો જિંદગી થઈ જશે રમણભમણ! ચેક કરી લેજો તમારો Mobile

નવી દિલ્લીઃ હાલમાં Google Play Store થી ઘણી એપ બેન્ડ કરવામાં આવી છે. ગૂગલે પોતાના પ્લેટફોર્મને સુરક્ષિત રાખવા માટે આવું કર્યું છે. હજુ પણ ગૂગલ પ્લે સ્ટોર પર કોઈ એપ્સના મોડિફાઈડ વર્જન છે. જો ઉપયોગ કરતાના ડિવાઈઝને સંક્રમિત કરી શકે છે. Android માટે WhatsApp ના મોડિફાઈડ વર્ઝનમાં એક નવો ટ્રોજન  શોધવામાં આવ્યો છે. આમે ટ્રોજન ટ્રાયલ કહેવામાં આવે છે. મેલવેયર એક પેલોડ ડાઉનલોડ કરવામાં સક્ષમ છે. જો યૂઝરની સહમતિ વગર ડિવાઈઝ પર દુર્ભાવનાપૂર્ણ ગતિવિધિઓને આગળ વધારે છે. 

તમને મુશ્કેલીમાં મુકી શકે છે:
નવા ડેવલેપમેન્ટ સાઈબર સુક્ષા પ્રમુખ કાસ્પરસ્કીથી આવે છે. શોધકર્તાઓના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે ટ્રોજન ટ્રાયડા FMWhatsApp 16.80.0, વોટ્સઅપના મોડિફાઈડ વર્જનને પ્રભાવિત કરે છે. આવા મોડિફાઈડ એપ્સ યૂઝર્સને વધારાની સુવિધાઓ પૂરી પાડવા માટે બનાવવામાં આવે છે. જે મૂળ વોટ્સએપમાં જોવા મળતા નથી. FMWhatsApp મોડિફાઈડ કરેલી એપ ડાઉનલોડ કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

ફોનમાં આ રીતે જશે Trojan Triada:
Kaspersky પ્રમાણે, Trojan Triada એ હવે પોતાના  જાહેરાત સોફ્ટવેર ડેવલપમેન્ટ કીટ (SDK) ની સાથે  FMWhastApp નું નવું વર્જન દાખલ કર્યું.  જો તમે એપ લોન્ચ કરો છો. ટ્રોજનથી સંક્રમિત છે, તો આ ડિવાઈઝ  આઈડેન્ટિફાયરને ભેગા કરશે અને તેમને એક રિમોર્ટ સર્વર પર પરત મોકલી  દેશે. કહેવામાં આવે છે કે સર્વર નવા ડિવાઈઝને રજિસ્ટર કરે છે. એક પેલોડ માટે એક લિંક પરત મોકલે છે. એપમાં ટ્રોજન  પેલોડને સંક્રમિત ડિવાઈઝ પર ડાઉનલોડ કરે છે. આ પછી, આ સામગ્રીને ડિક્રિપ્ટ કરે છે.

હેકર આવી રીતે હાઈજેક કરશે આપનું એકાઉન્ટ:
ઘણા અલગ અલગ પ્રકારમાં મેલવેયરની શોધ કરી છે. વધુ એક મેલવેયર સંક્રમિત ડિવાઈસ પર ઘણા કાર્ય કરી શકે છે અને તે છે ફુલ સ્ક્રીન જાહેરાત. આ પ્રકારની જાહેરાતના કારણે સામેવાળાને વધુથી વધુ વ્યુઝ મળે છે. સાથે જ તમારી પરમિશન વગર સાઈન -અપ કરવમાં સક્ષણ હોય છે. Kaspersky એ આ પ્રકારની એપને ડાઉનલોડ ના કરવાની સંશોધન કરતાઓ ચેતવણી આપી છે. અનવોન્ટેડ પેડ સબ્સક્રિપ્શન માટે સાઈન અપ કરવા સિવાય, યૂઝર પોતાના ખાતાનું પૂર્ણ નિયંત્રણ પણ ગુમાવી શકે છે. આ સિવાય, હેકર્સ, તમારા નામ પર સ્પેમ અને મેલવેયર ફેલાને માટે આ ખાતાએને હાઈજેક પણ કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news