આ છે 'દુનિયાની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક બાઈક', કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે

ડેટેલે ભારતમાં પોતાની નવી ઈલેક્ટ્રિક બાઈક ડેટેલ ઈઝી (Detel Easy) લોન્ચ કરી છે. ડેટેલ એક સ્ટાર્ટ અપ કંપની છે. જેણે 299  રૂપિયામાં સૌથી સસ્તો ફીચર ફોન અને 3999માં LED ટીવી પણ લોન્ચ કર્યું હતું. પોતાની ઈલેક્ટ્રિક બાઈક ડેટેલ ઈઝી (Detel Easy)ની કિંમત પણ કંપનીએ 19,999 રૂપિયા રાખી છે. જેમાં જીએસટી પણ સામેલ છે. કંપનીનો દાવો છે કે આ બાઈકની મેન્ટેઈનન્સ કોસ્ટ એકદમ ઓછી છે. ડેટેલ ઈઝી ફૂલ ચાર્જિંગ બાદ 60 કિમી સુધીની મુસાફરી કરી શકે છે. ડેટેલનો દાવો છે કે તેમની ઈલેક્ટ્રિક બાઈક દુનિયામાં સૌથી સસ્તી અને ભરોસાપાત્ર છે. આ ઈલેક્ટ્રિક બાઈકને કંપનીની વેબસાઈટ Detel-india.com પરથી ખરીદી શકાય છે. કંપનીએ બજાજ ફિનસર્વ સાથે EMI ફાઈનાન્સ સ્કિમ માટે કરાર પણ કર્યો છે. 
આ છે 'દુનિયાની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક બાઈક', કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે

નવી દિલ્હી: ડેટેલે ભારતમાં પોતાની નવી ઈલેક્ટ્રિક બાઈક ડેટેલ ઈઝી (Detel Easy) લોન્ચ કરી છે. ડેટેલ એક સ્ટાર્ટ અપ કંપની છે. જેણે 299  રૂપિયામાં સૌથી સસ્તો ફીચર ફોન અને 3999માં LED ટીવી પણ લોન્ચ કર્યું હતું. પોતાની ઈલેક્ટ્રિક બાઈક ડેટેલ ઈઝી (Detel Easy)ની કિંમત પણ કંપનીએ 19,999 રૂપિયા રાખી છે. જેમાં જીએસટી પણ સામેલ છે. કંપનીનો દાવો છે કે આ બાઈકની મેન્ટેઈનન્સ કોસ્ટ એકદમ ઓછી છે. ડેટેલ ઈઝી ફૂલ ચાર્જિંગ બાદ 60 કિમી સુધીની મુસાફરી કરી શકે છે. ડેટેલનો દાવો છે કે તેમની ઈલેક્ટ્રિક બાઈક દુનિયામાં સૌથી સસ્તી અને ભરોસાપાત્ર છે. આ ઈલેક્ટ્રિક બાઈકને કંપનીની વેબસાઈટ Detel-india.com પરથી ખરીદી શકાય છે. કંપનીએ બજાજ ફિનસર્વ સાથે EMI ફાઈનાન્સ સ્કિમ માટે કરાર પણ કર્યો છે. 

Detel Easy માં શું છે ખાસ
તેમાં 6 પાઈપ નિયંત્રિત 250W ઈલેક્ટ્રિક મોટર અપાઈ છે. આ દ્વિચક્કી ઈલેક્ટ્રિક વાહનની ટોપ સ્પીડ 25 કિમી પ્રતિ  કલાક છે. તેની બેટરીને 7થી 8 કલાકમાં ફૂલ ચાર્જ કરી શકાય છે. બ્રિકિંગ સિસ્ટમ માટે ડ્રમ બ્રેક અપાયેલી છે. કંપનીએ Detel Easyને ત્રણ રંગોમાં રજુ કરી છે. જેમાં જેટ બ્લેક, પર્લ વ્હાઈટ અને મેટેલિક રેડ સામેલ છે. 

Detel Easy માટે લાઈસન્સની જરૂર નથી
તેને ચલાવવા માટે લાઈસન્સની જરૂર નથી. તેની સાથે આ ઈલેક્ટ્રિક વ્હિકલ માટે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની પણ જરૂર નથી. કંપની તેની ખરીદી પર એક હેલમેટ પોતાના તરફથી ફ્રી આપી રહી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news