ચેતવણી! ફોનમાંથી તત્કાલ ડિલીટ કરો આ એપ્સ, બાકી થઈ જશો જાસૂસીના શિકાર

સાઇબર સુરક્ષા કંપનીએ આશરે 13 એપ્સમાં ખતરનાક માલવેર હોવાની જાણકારી આપી છે અને તેને તત્કાલ ફોનમાંથી ડિલીટ કરવાનું કહ્યું છે. આ એપ્સ દ્વારા યૂઝર્સને જાસૂસી અને સ્કેમ્સનો શિકાર બનાવી શકાય છે. 
 

ચેતવણી! ફોનમાંથી તત્કાલ ડિલીટ કરો આ એપ્સ, બાકી થઈ જશો જાસૂસીના શિકાર

નવી દિલ્હીઃ એન્ડ્રોઇડ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમને ભલે સુરક્ષિત માનવામાં આવતી હોય પરંતુ વારંવાર અલગ-અલગ રીતે માલવેયર્સ સાથે જોડાયેલી જાણકારી સામે આવતી રહી છે, જેનો ઈરાદો યૂઝર્સને સ્કેમ્સ અને સાઇબસ એટેકનો શિકાર બનાવવાનો છે. થોડી બેદરકારી બેન્ક એકાઉન્ટ ખાલી થવાનું કારણ બની શકે છે. હવે આવા ખતરનાક માલવેયર Xamalicious ની જાણકારી મળી છે, જે એટેકરને ડિવાઇસની એક્સેસ આપે છે. 

સિક્યોરિટી કંપનીએ જે માલવેયર વિશે જણાવ્યું છે, તેનાથી ન માત્ર ડિવાઇસની જાસૂસી થઈ શકે છે પરંતુ બેન્ક એકાઉન્ટમાં પણ સરળતાથી સેંધ લગાવી શકાય છે. જાણવા મળ્યું છે કે આ એટેકરને ડિવાઇસનું રિમોટ એક્સેસ આપે છે, એટલે કે તે દૂરથી ડિવાઇસ વગર ફિઝિકલ એક્સેસથી સેટિંગ્સ બદલવાથી લઈને નવો માલવેયર ઈન્સ્ટોલ કરવાનું કામ કરી શકે છે.

ફોનમાંથી એપ્સ ડિલીટ કરવી જરૂરી
ખતરનાક માલવેયરવાળી એપ્સની જાણકારી મળતા ગૂગલ તત્કાલ તેને ફ્લેગ કરી દે છે અને પ્લે સ્ટોરથી હટાવી દે છે. પરંતુ ગૂગલ મંજૂરી વગર કોઈ એપને તેના ફોનમાંથી ડિલીટ ન કરી શકે. તેવામાં ખુબ યૂઝરે આ એપ ડિલીટ કરવાની હોય છે, જેથી તે હેકિંગ કે સ્કેમ જેવા ખતરાથી બચી શકે. તમે ઈચ્છો તો તેનું પાછલું વર્ઝન ડિલીટ કરી એપ બીજીવાર ડાઉનલોડ કરી શકે છે. 

આ રહી માલવેયરવાળી એપ્સ
અમે તે એપ્સને એકસાથે લાવ્યા છીએ, જેમાં માલવેયર હોવાની જાણકારી મળી છે. જો તમારા ફોનમાં પણ આમાંથી કોઈ એપ્સ હોય તો તમારે તત્કાલ તેને ડિલીટ કરી દેવી જોઈએ.

- Essential Horoscope for Android
- 3D Skin Editor for PE Minecraft- Logo Maker Pro
- Auto Click Repeater
- Count Easy Calorie Calculator
- Sound Volume Extender- LetterLink
- Numerology: Personal horoscope & number predictions
- Step Keeper: Easy Pedometer
- Track Your Sleep
- Sound Volume Booster
- Astrological Navigator: Daily Horoscope & Tarot
- Universal Calculator

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news