રંગબેરંગી મોબાઇલના કવર સ્માર્ટફોન માટે નુકસાનકારક!, તમે પણ જાણી લો નુકસાન...

આજકાલ સ્માર્ટફોનની સાથે અવનવા મોબાઇલ કવર વાપરવાનો પણ લોકોને શોખ હોય છે. પરંતુ આ રંગબેરંગી કવર મોબાઇલને નુકસાન પહોંચાડી રહ્યાં છે. એટલે કવર વગર મોબાઇલનો ઉપયોગ કરવો હિતાવક છે. 

રંગબેરંગી મોબાઇલના કવર સ્માર્ટફોન માટે નુકસાનકારક!, તમે પણ જાણી લો નુકસાન...

નવી દિલ્હીઃ આજકાલ લોકો નવો ફોન ખરીદતાની સાથે જ મોબાઇલનું કવર શોધવા માટે અધીરા બનતા હોય છે. કારણે કે, કવરથી મહદ્દઅંશે મોબાઇલની સેફ્ટી રહે છે. બજારમાં રંગબેરંગી મોબાઇલના કવર ઉપલબ્ધ છે પરંતુ ઘણા લોકોને ખ્યાલ નહીં હોય કે, મોબાઇલ ફોનમાં કવર લગાવવાથી સ્માર્ટ ફોનમાં ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. જો તમે પણ મોબાઇલ ફોનમાં કવર ચઢાવેલું રાખો છો તો તેનાથી શું નુકસાન થાય છે તે પણ જાણી લો. 

મોબાઇલ ફોનના કવરના ગેરફાયદા જાણી લો...
કવરના લીધે મોબાઇલની હીટ બહાર નીકળી શકતી નથી
મોબાઇલનું પ્રોસેસર સ્લો થવાની શક્યતા વધી જાય છે
મોબાઇલની કિનારીઓ પર ધૂળ જામી જાય છે.

સૌથી પહેલા તમને જણાવીએ તો, મોબાઇલમાં રહેલું રબરનું કવર અથવા તો પ્લાસ્ટિકનું કવર મોબાઇલમાંથી નીકળતી ગરમીને રોકે છે. જેના કારણે તમારો ફોન હીટ પકડી લે છે. એવા સમયે મોબાઇલનું પરફોર્મન્સ સ્લો થઇ શકે છે.

સ્માર્ટ ફોનમાં ઘણા સેન્સર લગાવેલા હોય છે. જો તમે પેક કવર લો છો તો તેનાથી ઘણા સેન્સર ઢંકાઇ જાય છે. જેનાથી નેટવર્ક કનેક્ટિવિટીમાં સમ્સયા સર્જાઇ શકે છે.  કવરનું એક નુકસાન એ પણ છે કે, તમે જો કવરની સફાઇ કરવાનું ભૂલી જાઓ તો, તેના કારણે મોબાઇલ ફોનની કિનારીઓ પર ધૂળ જમા થાય છે. જેના કારણે અમૂક રજકણો સ્પીકરમાં જવાની શક્યતા રહે છે... પરિણામે અવાજ પણ ધીમો આવવાની શરૂઆત થાય છે.

છેલ્લી વાત તમને જણાવીએ તો, મોબાઇલ ફોનના સારા કવર માટે વધારાના પૈસા ખર્ચ કરવા પડે છે. તમને જાણીને નવાઇ લાગશે કે, કેટલાક લોકો આઇફોનના કવર માટે 4થી 5 હજારનો ખર્ચ કરે છે. જો તમે પણ કવર રાખ્યા વિના મોબાઇલની યોગ્ય જાળવણી કરશો તો મોબાઇલનું આયુષ્ય પણ વધી શકે છે અને પ્રોસેસર સારી રીતે કામ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news