Android યૂઝર્સ માટે સરકારી એજન્સીની વોર્નિંગ, ફોનમાં તત્કાલ કરો આ કામ, બાકી પસ્તાશો

સરકારી એજન્સીએ એન્ડ્રોઈડ ફોન વાપરતા યૂઝર્સ માટે વોર્નિંગ જાહેર કરી છે. લેટેસ્ટ એન્ડ્રોઈડ વર્ઝનમાં ઘણી ખામીઓ હતી, જેનો ફાયદો ઉઠાવી હેકર્સ તમારી ડિવાઇસને ટાર્ગેટ કરી શકે છે. આ ખામીને લઈને સરકારી એજન્સીએ ચેતવણી આપી છે. 

Android યૂઝર્સ માટે સરકારી એજન્સીની વોર્નિંગ, ફોનમાં તત્કાલ કરો આ કામ, બાકી પસ્તાશો

નવી દિલ્હીઃ ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ એટલે કે CERT-In એ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે નવી વોર્નિંગ જાહેર કરી છે. સરકારી એજન્સી પ્રમાણે લેટેસ્ટ Android વર્ઝનમાં ઘણી એવી ખામીઓ જોવા મળી છે, જેનો ફાયદો હેકર્સ ઉઠાવી શકે છે. સાઇબર સિક્યોરિટી એજન્સીએ આ વિશે યૂઝર્સને જાણકારી આપતા એક રિપોર્ટ પણ જાહેર કર્યો છે.

પોતાના રિપોર્ટમાં એજન્સીએ જણાવ્યું કે ગૂગલ અને ક્વાલકોમ તથા મીડિયાટેક જેવા સ્માર્ટફોન ઘટક ઉત્પાદકોએ તાજેતરમાં આ સિક્યોરિટી વલ્નેરેબિલિટીઝ એટલે કે ખામીઓને ઠીક કરી છે. આવો જાણીએ આ સિક્યોરિટી ખામીઓને લઈને એજન્સીએ શું માહિતી આપી છે. 

Samsung ફોનમાં મળી ખામી
સેમસંગે પણ 9 વલ્નેરેબિલિટીઝ અને એક્સપોઝર્સને લઈને પેચ જારી કર્યો છે. આ ખામીઓ વિશે એજન્સીએ સેમસંગને પ્રાઇવેટ રીતે જાણકારી આપી હતી અને લેટેસ્ટ અપડેટ્સ પર નજર રાખી હતી. મંગળવારે જારી એડવાઇઝરીમાં CERT-In ઘણા વલ્નેરેબિલિટીઝને હાઈલાઈટ કર્યું છે, જે એન્ડ્રોઈડ ફોનમાં જોવા મળી છે. 

તેમાં ફ્રેમવર્ક, સિસ્ટમ, AMLogic, Arm ઘટકોમાં મીડિયાટેક ઘટકો, ક્યુઅલકોમ અને ક્યુઅલકોમ બંધ સ્ત્રોત ઘટકોનો સમાવેશ થાય છે. આ સમસ્યાને લઈને  CERT-In એ હાઈ લેવલની વોર્નિંગ જાહેર કરી હતી. એજન્સી પ્રમાણે આ ખામીઓની અસર Android 12, 13 અને Android 14 પર કામ કરનાર ડિવાઇસ પર પડી રહી છે. 

હેકર્સ ઉઠાવી શકે છે ફાયદો
સાઇબર સિક્યોરિટી એજન્સીનું માનીએ તો Google એ Android ઓપરેટિંગ સિસ્ટમમાં રહેલી ખામીઓ માટે પેચ જારી કર્યો છે. આ વલ્નેરેબિલિટીઝનો ફાયદો ઉઠાવી હેકર્સ તમારી ખાનગી જાણકારી ચોરી શકે છે. ગૂગલે લેટેસ્ટ એન્ડ્રોઈડ સિક્યોરિટી બુલેટિનમાં આ પેચની જાણકારી આપી છે.

તો સેમસંગનું કહેવું છે કે જે ડિવાઇસ પર લેટેસ્ટ સિક્યોરિટી અપડેટ છે, જે 1 માર્ચે જારી થયું છે, તેને કોઈ ખતરો નથી. જો તમે તમારા ફોન પર લેટેસ્ટ સિક્યોરિટી અપડેટ ઈન્સ્ટોલ કર્યું નથી, તો તમે આ ખામીઓને કારણે હેકર્સનો શિકાર બની શકો છો. 

શું કરવું જોઈએ?
તેનાથી બચવા માટે તત્કાલ તમારા ફોન પર લેટેસ્ટ અપડેટને ઈન્સ્ટોલ કરો. તમે લેટેસ્ટ સોફ્ટવેર અપડેટના ફોનની સેટિંગમાં જઈને ઈન્સ્ટોલ કરી શકો છો. તે માટે તમારે સૌથી પહેલા સેટિંગમાં જવું પડશે. અહીં તમને સોફ્ટવેર અપડેટનો વિકલ્પ મળી જશે. તેના પર ક્લિક કરી તમે લેટેસ્ટ સિક્યોરિટી અપડેટ ઈન્સ્ટોલ કરી શકો છો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news