BSNL ના આ પ્લાનમાં સૌથી ઓછી કિંમતે મળશે સૌથી વધુ વેલિડિટી અને અનલિમિટેડ ડેટા, દબાવીને વાપરો ઇન્ટરનેટ
BSNL Prepaid Plan: BSNL દેશની એકમાત્ર સરકારી ટેલીકોમ કંપની છે. જે તેના સસ્તા અને વધારે ફાયદા આપતા રિચાર્જ પ્લાન માટે જાણીતી છે. બીએસએનએલ આજે પણ સૌથી સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કરે છે. આજે તમને આવા જ એક જોરદાર પ્લાન વિશે જણાવીએ.
Trending Photos
BSNL Prepaid Plan: BSNL દેશની એકમાત્ર સરકારી ટેલિકોમ કંપની છે જે પોતાના સસ્તા રીચાર્જ પ્લાન માટે પ્રખ્યાત છે. દેશભરમાં BSNL યુઝર્સની સંખ્યા આજે પણ કરોડોમાં છે. BSNL ના રિચાર્જ પ્લાન હવે વધારે ચર્ચામાં છે કારણ કે પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓ પોતાના રિચાર્જ પ્લાન મોંઘા કરી રહી છે. આ સિચ્યુએશનમાં પણ BSNL તેના યુઝર્સને કેટલાક સસ્તા અને વધારે ફાયદા કરાવતા પ્લાન ઓફર કરે છે.
BSNL નો સૌથી પોપ્યુલર પ્લાન
BSNL પોતાના યુઝર્સને 485 રૂપિયાનો એક આકર્ષક રીચાર્જ પ્લાન ઓફર કરે છે. આ રિચાર્જ પ્લાનની વેલીડીટી 82 દિવસની છે અને તેમાં અનલિમિટેડ ડેટા સહિતના અનેક બેનિફિટ મળે છે. આ પ્રાઇઝ રેન્જમાં BSNL સિવાય અન્ય કોઈ જ કંપની આટલી વેલીડીટી સહિતની સુવિધા સાથે રિચાર્જ પ્લાન ઓફર નથી કરતી. જેના કારણે BSNL નો આ પ્લાન સૌથી વધારે પોપ્યુલર છે.
BSNL ના રિચાર્જ પ્લાનના ફાયદા
- આ પ્લાનમાં વેલીડીટી સૌથી વધારે એટલે કે 82 દિવસની છે. એટલે કે યુઝરને લાંબા સમય સુધી અનલિમિટેડ ડેટા સહિતની સેવા મળશે.
- આ રિચાર્જ પ્લાનમાં યુઝરને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે એટલે કે તમે કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો લાભ લઈ શકો છો.
- આ રિચાર્જ પ્લાનમાં સૌથી મહત્વનું છે કે યુઝરને રોજ 1.5 GB ડેટા મળે છે. જે દૈનિક ઇન્ટરનેટ ઉપયોગ માટે પૂરતો છે.
- આ રિચાર્જ પ્લાનમાં રોજ યુઝરને 100 SMS ફ્રી મોકલવાની સુવિધા પણ મળે છે.
BSNL નો આ રિચાર્જ પ્લાન એવા લોકો માટે બેસ્ટ ઓપ્શન છે જેવો વધારે વેલીડીટી વાળા પ્લાન શોધતા હોય છે. સાથે તેમના નિયમિત રીતે ઇન્ટરનેટ અને કોલિંગનો લાભ તો મળે જ છે. અન્ય ટેલિકોમ કંપનીઓના પ્લાનની સરખામણીમાં આ પ્રાઈઝ રેન્જમાં BSNL નો આ પ્લાન સૌથી વધારે પોપ્યુલર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે