Marutiથી લઈને  Mahindra સુધી : આ 16થી વધુ કાર થઈ રહી છે બંધ, 31 માર્ચ સુધી ખરીદવાની છેલ્લી તક!

Cars Going to Be Discontinue:  1 એપ્રિલ, 2023થી ભારતમાં ઘણી કાર બંધ થઈ જશે અને અન્ય કારની કિંમતમાં વધારો થવાની ધારણા છે. કંપનીઓ તેમના સ્ટૉકને ખત્મ કરવા અને ઓછા વેચાણ ધરાવતા મોડલ પર ભારે ડિસ્કાઉન્ટ ઑફર કરી રહી છે.

Marutiથી લઈને  Mahindra સુધી : આ 16થી વધુ કાર થઈ રહી છે બંધ, 31 માર્ચ સુધી ખરીદવાની છેલ્લી તક!

Cars Going to Be Discontinue:  1 એપ્રિલ, 2023થી ભારતમાં ઘણી કાર બંધ થઈ જશે અને અન્ય કારની કિંમતમાં વધારો થવાની ધારણા છે. કંપનીઓ તેમના સ્ટૉકને ખત્મ કરવા અને ઓછા વેચાણ ધરાવતા મોડલ પર ભારે ડિસ્કાઉન્ટ ઑફર કરી રહી છે.

BS6 Phase 2 Norms: માર્ચ મહિનાની સાથે સાથે નાણાકીય વર્ષ 2022-23 પણ સમાપ્ત થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, કાર ઉદ્યોગમાં ઘણા ફેરફારોની અપેક્ષા છે. 1 એપ્રિલ 2023 થી, BS6 ફેઝ II (BS6 Phase 2)ના નવા ઉત્સર્જન ધોરણો અમલમાં આવશે. આ નિયમોનો અમલ કરવા માટે ઓટોમોબાઈલ કંપનીઓએ તમામ કારના એન્જિન અપડેટ કરવા પડશે, જે એક મોંઘુ કામ છે. આના કારણે ઘણી કાર બંધ થઈ જશે અને અન્ય કારની કિંમતો વધવાની આશંકા છે. કંપનીઓ તેમના સ્ટૉકને પૂરો કરવા માટે બંધ થવા જઈ રહેલા અથવા ઓછા વેચાણ ધરાવતા મોડલ પર ભારે ડિસ્કાઉન્ટ ઑફર કરી રહી છે. અહીં અમે તમારા માટે તે કારોનું લિસ્ટ લાવ્યા છીએ, જે કદાચ 31 માર્ચ પછી તમે નહીં મેળવી શકો.

1.  Hondaની 5 અને Mahindraની 3 કાર

કંપની Honda City 4 Gen, City 5 Gen (Diesel), Amaze (Diesel), Jazz અને WR-V સહિત 5 મોડલ બંધ કરશે. હોન્ડાએ આમાંના ઘણા મોડલનું પ્રોડક્શન પહેલાંથી જ બંધ કરી દીધું છે અને આ મોડલ્સનો બાકી સ્ટોક ક્લિયર કરવા માટે રૂ. 1.30 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. 

2. Mahindra તેના ત્રણ મોડલને પણ બંધ કરશે: Marazzo, Alturas G4 અને KUV100. આ મોડલ્સનો બાકી સ્ટોક ક્લિયર કરવા માટે 70,000 રૂપિયા સુધીનો ફાયદો આપવામાં આવી રહ્યો છે.

3. Hyundai  અને Skodaની 2-2 કાર
Hyundai તેના બે મોડલ  Verna (ડીઝલ) અને Alcazar (ડીઝલ) બંધ કરશે. કંપનીએ ડીઝલ મોડલ્સના વેચાણના ગ્રાફમાં ઘટાડો જોયો છે અને આ મોડલ્સના બાકીના સ્ટોકને પૂરો કરવા માટે રૂ. 1.25 લાખ સુધીના લાભો ઓફર કરી રહી છે. 

સ્કોડા બે મોડલ - ઓક્ટાવીયા અને સુપર્બને પણ બંધ કરી રહી છે અને આ મોડલના બાકીના સ્ટોકને સાફ કરવા માટે રૂ. 55,000 સુધીના લાભો ઓફર કરી રહી છે.

3. Maruti, Tata, Renault, Nissan 1-1 કાર

આ સિવાય Maruti Alto 800, Tata Altroz ​​(Diesel), Renault Kwid 800 અને Nissan Kicks પણ કારની યાદીમાં છે જે 31 માર્ચ સુધી બંધ થઈ જશે અને આ કાર પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. મારુતિ અલ્ટો 800 પર રૂ. 40,000 સુધી, Tata Altroz ​​ડીઝલ પર રૂ. 28,000 સુધી, Renault Kwid 800 પર રૂ. 52,000 અને Nissan Kicks પર રૂ. 82,000 સુધીના લાભો આપી રહી છે. જો કે, આ લાભો સ્ટોક ઉપલબ્ધ હશે ત્યાં સુધી જ મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news