BMW ની નવી એસયૂવી લોન્ચ, 4400cc નું છે એન્જિન, પેટ્રોલ વગર 88KM સુધી ચાલશે
BMW XM launched: તેમાં 4.4 લીટર ટ્વિન-ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 653 બીએચપીનો પાવર અને 800 એનએમનો પીક ટોર્ક આઉટપુટ આપે છે. એન્જિનને 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ BMW XM Price and Features: દિગ્ગજ વાહન નિર્માતા કંપની બીએમડબ્લ્યૂએ ભારતમાં પોતાની ફ્લેગશિપ એસયૂવી BMW XM લોન્ચ કરી દીધી છે. તેને સપ્ટેમ્બર 2022માં પ્રથમવાર દેખાડવામાં આવી હતી. કંપનીએ તેની કિંમત 2.60 કરોડ (એક્સ-શોરૂમ) રાખી છે. ખાસ વાત છે કે આ પેટ્રોલ એન્જિન અને હાઇબ્રિડ સેટઅપની સાથે આવે છે. આ પ્લગ-ઇન હાઇબ્રિડ તકનીકની સાથે આવનારી પ્રથમ M બ્રાન્ડ SUV પણ છે. કંપનીનું માનીએ તો ગાડીની ડિલિવરી મે 2023થી શરૂ થશે.
એન્જિન અને પારવ
BMW XM માં 4.4 લીટર ટ્વિન-ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 653 બીએસપી પાવર અને 800 એનએમનો પીક ટોર્ક આઉટપુટ આપે છે. એન્જિનને 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનથી જોડવામાં આવ્યું છે. એન્જિનથી પાવર ચારેય વ્હીલથી આવે છે. ખાસ વાત છે કે તેમાં પ્લગ-ઇન હાઇબ્રિડ સિસ્ટમ પણ મળે છે, જેની બેટરી પેક ક્ષમતા 25.7 kWh છે.
પેટ્રોલ વગર પણ ચાલશે
આ ગાડીને પ્યોર ઇલેક્ટ્રિક મોડ પર 88 કિમી સુધી ચલાવી શકાય છે. બેટરીને 7.4 kW એસી ફાસ્ટ ચાર્જરથી ચાર્જ કરી શકાય છે. આ એસયૂવી 4.3 સેકેન્ડમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ પકડી શકે છે. ગાડીની ટોપ સ્પીડ 140Kmph ની છે.
આ લગ્ઝરી એસયૂવીમાં ગોલ્ડ એક્સેન્ટની સાથે મોટી કિડની ગ્રિલ, સ્પ્લિટ હેન્ડલેંપ સેટઅપ અને વર્ટિકલ સ્ટાઇલ એગ્જોસ્ટ મળે છે. તેમાં 23 ઇંચના અલોય વ્હીલ આપવામાં આવ્યા છે. ફીચર્સની વાત કરીએ તો 12.3 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર અને 14.9 ઇંચનું ટચસ્ક્રીન, ADAS ટેક્નોલોજી, એન્બિએન્ટ લાઇટિંગ, ચાર-જોન ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ અને હરમન કાર્ડન સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે