સ્કૂટર આપશે 100Km માઈલેજ : આ નાની કીટ લગાવો, 1 કિલોમીટરનો આવશે 70 પૈસા ખર્ચ

CNG Kit For Scooter: તમને જણાવી દઈએ કે સ્કૂટરમાં CNG કિટ લગાવીને તેને CNG પર ચાલવા સક્ષમ બનાવવામાં આવે છે. તમે જાણો છો કે પેટ્રોલની કિંમત 100 રૂપિયાની ઉપર પહોંચી ગઈ છે. જ્યારે એક્ટિવા, જ્યુપિટર જેવા સ્કૂટરની માઈલેજ 40-45 કિલોમીટરની આસપાસ છે.

સ્કૂટર આપશે 100Km માઈલેજ : આ નાની કીટ લગાવો, 1 કિલોમીટરનો આવશે 70 પૈસા ખર્ચ

Best mileage scooter in india: પેટ્રોલના વધતા ભાવને કારણે હવે વાહન ચલાવવું મોંઘુ થઈ ગયું છે. જેના કારણે લોકો વધુ સીએનજી વાહનો ખરીદવા લાગ્યા છે. સામાન્ય રીતે, તમે ઘણા શહેરોમાં CNG પર ચાલતી કાર અને બસ વિશે સાંભળ્યું અને જોયું હશે, પરંતુ શું તમે જાણો છો કે ટુ-વ્હીલર પણ CNG પર ચાલે છે? હા, તમે સાચું જ સાંભળ્યું છે, હવે ઘણા શહેરોમાં CNG સ્કૂટર પણ દોડવા લાગ્યા છે. હવે તમારા મનમાં આ સવાલ ઉઠતો જ હશે કે જો અત્યાર સુધી કોઈ કંપનીએ CNG ટુ-વ્હીલર લોન્ચ કર્યા નથી, તો પછી આ માર્કેટમાં કેવી રીતે ઉપલબ્ધ છે?

તમને જણાવી દઈએ કે સ્કૂટરમાં CNG કિટ લગાવીને તેને CNG પર ચાલવા સક્ષમ બનાવવામાં આવે છે. તમે જાણો છો કે પેટ્રોલની કિંમત 100 રૂપિયાની ઉપર પહોંચી ગઈ છે. જ્યારે એક્ટિવા, જ્યુપિટર જેવા સ્કૂટરની માઈલેજ 40-45 કિલોમીટરની આસપાસ છે. આવી સ્થિતિમાં, તેમને ચલાવવું ખૂબ ખર્ચાળ બની જાય છે. તેથી, હવે ઘણી કંપનીઓ સ્કૂટર માટે સરળતાથી-ફીટ થઈ જાય તેવી CNG કિટ બનાવી રહી છે. તમને જણાવી દઈએ કે CNG પર સ્કૂટર ચલાવવાનો ખર્ચ માત્ર 70 પૈસા પ્રતિ કિલોમીટર છે. જાણી લો કે તમે તમારા સ્કૂટરમાં CNG કિટ કેવી રીતે લગાવી શકો છો.

સ્કૂટરમાં સીએનજી કીટ લગાવો
જો તમે તમારા સ્કૂટરના ઓછા માઇલેજથી પરેશાન છો, તો તમે તેમાં CNG કિટ લગાવી શકો છો. આ CNG કિટ Honda Activa, TVS Jupiter, Hero Maestro, Suzuki Access અથવા અન્ય કોઈ સ્કૂટરમાં સરળતાથી ઈન્સ્ટોલ કરી શકાય છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઘણી એવી કંપનીઓ છે જે ટુ-વ્હીલર માટે CNG કિટ બનાવી રહી છે.

તમને જણાવી દઈએ કે આ કિટને ઇન્સ્ટોલ કરવા માટે લગભગ 18,000 રૂપિયાનો ખર્ચ થાય છે. તેને ઇન્સ્ટોલ કરનારી કંપનીઓ કહે છે કે તમે આ ખર્ચ એક વર્ષથી ઓછા સમયમાં વસૂલ કરી શકશો, કારણ કે હાલમાં CNG અને પેટ્રોલના ભાવમાં 40 રૂપિયાનો તફાવત છે.

સ્કૂટર પેટ્રોલ અને CNG બંને પર ચાલશે
તમને જણાવી દઈએ કે સ્કૂટરમાં CNG કિટ લગાવવામાં લગભગ 4 કલાકનો સમય લાગે છે. પરંતુ, ખાસ વાત એ છે કે તેને પેટ્રોલ પર પણ ચલાવી શકાય છે. આ માટે, કંપની એક સ્વીચ ઇન્સ્ટોલ કરે છે, જેના દ્વારા તમે તમારા સ્કૂટરને CNG મોડથી પેટ્રોલ મોડમાં લાવી શકો છો. કંપનીએ આ સ્કૂટરના આગળના ભાગમાં બે સિલિન્ડર લગાવ્યા છે, જે એવી રીતે ફિટ છે કે તમને ખ્યાલ પણ નહીં આવે કે સ્કૂટરમાં સિલિન્ડર લગાવેલા છે. આ સાથે તમને જણાવી દઈએ કે તેને ઓપરેટ કરવા માટેનું મશીન પણ સીટના નીચેના ભાગમાં ફીટ કરવામાં આવ્યું છે. ટાંકીની કુલ ક્ષમતા 1.2 કિલો સીએનજી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news