Best Selling Car: એવું તે શું છે આ કારમાં? લોકો ખરીદવા માટે રીતસરની પડાપડી કરી રહ્યા છે...ખાસ જાણો આ ખાસિયતો 

Best Selling Car June 2024: જૂન 2024ના કાર વેચાણના આંકડા આવી ગયા છે અને જાણીને નવાઈ લાગશે કે હવે ભારતીય બજારમાં એસયુવી ગાડીઓનો ડંકો વાગી રહ્યો છે. જો કે આમ છતાં મારુતિનો દબદબો કઈ ઓછો ન આંકી શકાય કારણ કે ટોપ 10 ગાડીઓમાં મારુતિની 6 ગાડી છે. પરંતુ આમ છતાં ટોપ પોઝિશન પર જે કાર જોવા મળી છે તેનો રૂઆબ કઈ અલગ જ છે.

Best Selling Car: એવું તે શું છે આ કારમાં? લોકો ખરીદવા માટે રીતસરની પડાપડી કરી રહ્યા છે...ખાસ જાણો આ ખાસિયતો 

ગત મહિના એટલે કે જુન 2024ના કાર વેચાણના આંકડા આવી ગયા છે અને જાણીને નવાઈ લાગશે કે હવે ભારતીય બજારમાં એસયુવી ગાડીઓનો ડંકો વાગી રહ્યો છે. જો કે આમ છતાં મારુતિનો દબદબો કઈ ઓછો ન આંકી શકાય કારણ કે ટોપ 10 ગાડીઓમાં મારુતિની 6 ગાડી છે. પરંતુ આમ છતાં ટોપ પોઝિશન પર જે કાર જોવા મળી છે તેનો રૂઆબ કઈ અલગ જ છે. તમને પણ  એમ થશે કે હેચબેક ગાડીઓ છોડીને આ તે કઈ એસયુવી છે જે લોકોના દિલ પર રાજ કરી રહી છે. તો ચાલો તમને આજે આ દિલરૂબા બનેલી કારની ખાસિયતો પણ જણાવી દઈએ. 

જૂન 2024 ટોપ સેલિંગ કાર
મારુતિની સૌથી વધુ વેચાતી વેગનઆર, બલેનો સહિતની ગાડીઓને પછાડીને જૂન મહિનામાં જે કાર સૌથી વધુ વેચાઈ તે છે ટાટા મોટર્સની પંચ કાર. ટાટા પંચના જૂનમાં 18,238 યુનિટ્સ વેચાયા. અત્રે જણાવવાનું કે આ કાર માર્ચ અને એપ્રિલમાં પણ નંબર બનનું બિરૂદ મેળવી ગઈ હતી. જૂનમાં જે ગાડીઓ સૌથી વધુ વેચાઈ તેના આંકડા અહીં દર્શાવેલા છે. 

જૂન 2024માં સૌથી વધુ વેચાયેલી ટોપ 10 કાર

Tata Punch - 18,238 units
Maruti Suzuki Swift - 16,422 units
Hyundai Creta - 16,293 units
Maruti Suzuki Ertiga - 15,902 units
Maruti Suzuki Baleno - 14,895 units
Maruti Suzuki WagonR - 13,790 units
Maruti Suzuki Dzire - 13,421 units
Maruti Suzuki Brezza - 13,172 units
Mahindra Scorpio - 12,307 units
Tata Nexon - 12,066 units

સેફ્ટીમાં જબરદસ્ત
છેલ્લા કેટલાક સમયથી ટાટા પંચ કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટની સૌથી વધુ વેચાતી કાર બનેલી છે. આ ઉપરાંત ભારતીય કાર બજારમાં પણ તે લોકોને મનગમતી કાર બની બેઠી છે. ટાટા પંચની લોકપ્રિયતાના કોઈ એક કે બે નહીં પરંતુ ઢગલો કારણ છે. જો કે આમાં સૌથી મોટું કારણ ગણવું હોય તો તે છે નાનકડી એસયુવીનું ફેમિલી સેફ્ટીમાં પણ હાઈ સ્ટાન્ડર્ડ મેન્ટેઈન કરવું. અત્રે જણાવવાનું કે ટાટા પંચને ગ્લોબલ NCAP એ ક્રેશ ટેસ્ટમાં ફેમિલી સેફ્ટી માટે 5 સ્ટાર રેટિંગ આપેલા છે. આ ઉપરાંત પણ કંપનીએ આ એસયુવીમાં અનેક સેફ્ટી ફીચર્સ જોડ્યા છે. ચાલો ત્યારે જાણીએ ટાટા પંચના સેફ્ટી ફીચર્સ વિશે વિસ્તારથી....

ડ્યુઅલ એરબેસથી લેસ
ટાટા પંચે ડ્રાઈવર અને આગળ બેસનારા પેસેન્જર માટે ડ્યુઅલ એરબેસથી લેસ પ્રોટેક્શન આપ્યું છે. આ ઉપરાંત આ એસયુવીમાં કંપનીએ રિયર પાર્કિંગ કેમેરા પણ આપ્યો છે. રિયર પાર્કિંગ કેમેરા સેન્સરથી ડ્રાઈવરને સુરક્ષિત કાર પાર્કિંગ કરવામાં મદદ મળે છે. ટાટા પંચ ABS ટેક્નોલોજીથી પણ લેસ છે. આ ઉપરાંત ટાટા પંચમાં ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ટ્રેક્શન કંટ્રોલ, રિવર્સ પાર્કિંગ કેમેરા, ફ્લિપ-કીની સાથે સેન્ટ્રલ રિમોટ લોકિંગ, એન્ટી-ગ્લેયર આઈઆરવીએમ, ફોલો-મી-હોમ હેડલેમ્પ અને રેન-સેન્સિંગ વાઈપર્સ જેવા એડિશનલ ફીચર્સ પણ આપેલા છે. 

ટાટા પંચની કિમત
ટાટા પંચ એક 5 સીટર કાર છે જેમાં 1.2 લીટર પેટ્રોલ એન્જિન આપેલું છે જે 86bhp નો મહત્તમ પાવર અને 113Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. કારના એન્જિનને 5 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડેલું છે. જ્યારે પંચના ઈન્ટિરિયરમાં ગ્રાહકોને 7 ઈંચનો ટચસ્ક્રીન ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ, સેમી ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, એક ઓટોમેટિક હેડલાઈટ અને ક્રુઝ કંટ્રોલ જેવા ફીચર્સ મળે છે. ટાટા પંચની શરૂઆતની એક્સ શોરૂમ કિંમત 6.13 લાખ રૂપિયાથી લઈને ટોપ મોડલમાં 9.60 લાખ રૂપિયા સુધી જાય છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news