20, 25 કે 30 KM છોડો...આ કાર આપશે 62kmpl માઈલેજ, જાણો કિંમત અને ફીચર્સ

Best Mileage Car- BMW XM: જ્યારે તમે નવી કાર ખરીદો તો તમારે તેની બે પ્રકારે કિંમત ચૂકવવી પડતી હોય છે. પહેલી તો કારને ખરીદો તે કિંમત જે તમે ડીલરશિપને આપો છો. બીજી કારને ચલાવવાની કિંમત. જેમાં મેન્ટેઈનન્સ અને ફ્યૂલનો ખર્ચો સામેલ છે. જો કારની માઈલેજ ઓછી હોય તો ફ્યૂલ વધુ જાય અને તેના કારણે તમારા ખિસ્સા પર ભાર વધે. આથી કાર ખરીદતી વખતે માઈલેજ ઉપર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ.

20, 25 કે 30 KM છોડો...આ કાર આપશે 62kmpl માઈલેજ, જાણો કિંમત અને ફીચર્સ

Best Mileage Car- BMW XM: જ્યારે તમે નવી કાર ખરીદો તો તમારે તેની બે પ્રકારે કિંમત ચૂકવવી પડતી હોય છે. પહેલી તો કારને ખરીદો તે કિંમત જે તમે ડીલરશિપને આપો છો. બીજી કારને ચલાવવાની કિંમત. જેમાં મેન્ટેઈનન્સ અને ફ્યૂલનો ખર્ચો સામેલ છે. જો કારની માઈલેજ ઓછી હોય તો ફ્યૂલ વધુ જાય અને તેના કારણે તમારા ખિસ્સા પર ભાર વધે. આથી કાર ખરીદતી વખતે માઈલેજ ઉપર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. કારણ કે ઓછી માઈલેજના કારણે ફ્યૂલનો ખર્ચો વધે છે. ખાસ કરીને જ્યારે તમે કોઈ લક્ઝરી અને મોટા એન્જિવાળી કાર ખરીદો તો સામાન્ય રીતે માઈલેજ ઓછી જ મળતી હોય છે. પરંતુ અમે આજે એક એવી લક્ઝરી અને મોટી કાર વિશે વાત કરીશું જે 62 કિલોમીટર સુધીની માઈલેજ આપી શકે છે. 

કિંમત અને પાવરટ્રેન
હવે કાર જો લક્ઝરી હોય તો સ્પષ્ટ છે કે તે મોંઘી પણ હશે. આ કાર BMW XM છે. તેમાં પ્લગ ઈન  હાઈબ્રિડ ટેક્નોલોજી આપવામાં આવી છે. જેનાથી તે આટલી વધુ માઈલેજ આપવામાં સક્ષમ બની છે. BMW XM ની કિંમત 2.60 કરોડ રૂપિયા (એક્સ શોરૂમ)થી શરૂ થાય છે. તેમાં 4.4 લીટર ટ્વીન ટર્બો વી8 પેટ્રોલ એન્જિન સાથે પ્લગ ઈન હાઈબ્રિડ ટેક્નોલોજી મળે છે. આ હાઈબ્રિડ સેટઅપ 653 પીએસ અને 800 એનએમ આઉટપુટ આપે છે. ટ્રાન્સમિશન માટે તેમાં 8 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવેલ છે. 

માઈલેજ
BMW દાવો કરે છે કે તે 61.9 કિમી/લીટર સુધીની માઈલેજ આપવામાં સક્ષમ છે. જો કે અહીં નોંધવા જેવી વાત છે કારણ કે આ પ્લગ ઈન હાઈબ્રિડ ટેક્નોલોજી સાથે આવે છે તો તેની બેટરી તમારે પોતે ચાર્જ કરવાની રહેશે. જેનું ચાર્જર કાર સાથે મળશે. તેમાં 69 લીટર ફ્યૂલ ટેંક છે. સિંગલ ફૂલ ટેંકમાં આ કાર લગભગ 4271 કિમીની રેન્જ આપી શકે છે. 

ફીચર્સ
જે પ્રાઈસ પોઈન્ટ પર આ કાર ઉપલબ્ધ છે ત્યાં ઢગલો ફીચર્સ મળતા હોય છે. આ કાર સાથે પણ આવું જ છે. તેના ફીચર્સની યાદી ઘણી લાંબી છે. તેમાંથી કેટલાક ફીચર્સની વા કરીએ તો કારમાં 14.9 ઈંચ કર્વ્ડ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 12.3 ઈંચ ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે, ફોર-ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, એમ્બિએંટ લાઈટિંગ, બોવર્સ એન્ડ વિલ્કિન, 1500 વોટ ડાયમંડ સાઉન્ડ સિસ્ટમ, 360 ડિગ્રી કેમેરા, હેડઅપ ડિસ્પ્લે, 6 એરબેગ્સ, એબીએસ સાથે ઈબીડી, ટીપીએમએસ અને ડાયનામિક સ્ટેબિલિટી કંટ્રોલ જેવા ફીચર્સ આવે છે. તેમાં એડીએએસ પણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news