માઇલેજનો માઇબાપ છે આ સસ્તી CNG Car, Wagon R, Alto, S-Presso પણ લાગશે મોંઘી

સેલેરિયો પેટ્રોલ અલગ-અલગ વેરિએન્ટમાં 24.97km/l થી લઇને 26.68 km/l સુધી માઇલેજ આપવામાં સક્ષમ છે. મારૂતિ સુઝુકી સેલેરિયો સીએનજીની કિંમત 6.69 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) છે જ્યારે તેના પેટ્રોલ વર્જનની શરૂઆતી કિંમત 5.25 લાખ રૂપિયા છે.

Trending Photos

માઇલેજનો માઇબાપ છે આ સસ્તી CNG Car, Wagon R, Alto, S-Presso પણ લાગશે મોંઘી

Best Mileage CNG Car Maruti Celerio: જ્યારે પણ તમે સૌથી વધુ માઇલેજ આપનારી સીએનજી કારો વિશે વિચારો છો તો તમારા દિમાગમાં Maruti Wagon R, Maruti Alto, Maruti S-Presso અને Hyundai Santro નું નામ જરૂર આવતું હશે પરંતુ તમને જણાવી દઇએ કે બજારમાં તેનાથી પણ વધુ માઇલેજ આપનારી સીએનજી કાર ઉપલબ્ધ છે. જોકે આ કાર મારૂતિની છે. જી હાં Maruti Celerio CNG તમને Wagon R, Alto, S-Presso અને Santro કરતાં વધુ માઇલેજ આપે છે. મારૂતિએ આ વર્ષની શરૂઆતમાં સેલેરિયોના સીએનજી વર્જનને  લોન્ચ કરવામાં આવ્યું હતું. અત્યારે બજારમાં ધૂમ વેચાઇ રહ્યું છે. 

Wagon R, Alto, S-Presso અને Santro CNG ની માઇલેજ
અમે તમને Celerio CNG ની માઇલેજની વાત કરીએ, તમે Wagon R, Alto, S-Presso અને Santro ના સીએનજી વર્જનની માઇલેજ જાણી લો. શરૂઆત મારૂતિ વેગનઆર સીએનજીથી કરીએ છીએ, આ સીએનજી કાર 32.52km નો માઇલેજ આપી શકે છે. ત્યારબાદ મારૂતિ અલ્ટો સીએનજી 31.59km ની માઇલેજ આપી શકે છે. મારૂતિ સુઝુકી એસ-પ્રેસો સીએનજી 31.2km ની માઇલેજ આપી શકે છે. તો બીજી તરફ હ્યુન્ડાઇ સેન્ટ્રો સીએનજી 30.48km ની માઇલેજ આપી શકે છે. પરંતુ Maruti Celerio CNG આ સૌથી માઇલેજ આપી શકે છે. 

મારૂતિ સુઝુકી સેલેરિયો સીએનજીની માઇલેજ અને કિંમત
મારૂતિ સુઝુકીનો દાવો છે કે સેલેરિયો સીએનજીની માઇલેજ 35.60 કિલોમીટર પ્રતિ કિલોગ્રામ સીએનજીની છે. એટલું જ નહી, સેલેરિયો પેટ્રોલની માઇલેજ પણ ખૂબ સારી છે. સેલેરિયો પેટ્રોલ અલગ-અલગ વેરિએન્ટમાં 24.97km/l થી લઇને 26.68 km/l સુધી માઇલેજ આપવામાં સક્ષમ છે. મારૂતિ સુઝુકી સેલેરિયો સીએનજીની કિંમત 6.69 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) છે જ્યારે તેના પેટ્રોલ વર્જનની શરૂઆતી કિંમત 5.25 લાખ રૂપિયા છે. સેલેરિયોના ટોપ વેરિએન્ટની કિંમત 7 લાખ રૂપિયા સુધી જાય છે. તમને જણાવી દઇએ કે સીએનજી પર સૌથી વધુ માઇલેજ આપનાર 5 કારોમાં 4 મારૂતિની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news