બજાજનું ઇલેક્ટ્રિક સ્કૂટર થશે લોન્ચ, ચેતક નામથી વાપસી કરવાની તૈયારી

બજાજનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર ગત થોડા દિવસો પહેલાં ટેસ્ટિંગ દરમિયાન દેખાયું હતું. આ સ્કૂટર રેટ્રો ડિઝાઇનની સાથે સ્પોર્ટી લુકમાં છે. ફીચર્સની વાત કરીએ તો chetak chic નામથી આ સ્કૂટરના ફ્રન્ટ અને રીયર બંનેમાં ડિસ્ક બ્રેક હોઇ શકે છે. સ્કૂટરના ફ્રન્ટ એન્ડ પર એલઇડી લેમ્પ છે. 

બજાજનું ઇલેક્ટ્રિક સ્કૂટર થશે લોન્ચ, ચેતક નામથી વાપસી કરવાની તૈયારી

નવી દિલ્હી: બજાજ ઓટો કંપની આજે પોતાના પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટરને લોન્ચ કરશે. દિલ્હીમાં એક ઇવેન્ટ દરનિયાન આ ઇલેક્ટ્રિક સ્કૂટર પરથી પડદો ઉઠાવશે. આ કાર્યક્રમમાં કેંદ્વીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતીન ગડકરી અને નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંત પણ સામેલ હશે. 

સ્કૂટરની દુનિયામાં બજાજની વાપસી આજે
જોકે બજાજ ઓટો માટે આ સ્કૂટર એકદમ ખાસ ગણવામાં આવી રહ્યું છે, કારણ કે આ કંપનીનું પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર હશે. આ અવસર પર કંપની દ્વારા ઇલેક્ટ્રિક ફ્યૂચરને લઇને મોટી જાહેરાતની સંભાવના છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર બજાજ કંપની આ સ્કૂટરનું નામ ચેતક હોઇ શકે છે. તેની ડિઝાઇન જૂના સ્કૂટર જેવી જ હોઇ શકે છે, જે રેટ્રો લુકવાળા સ્કૂટરની યાદ અપાવશે. 

બજાજનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર ગત થોડા દિવસો પહેલાં ટેસ્ટિંગ દરમિયાન દેખાયું હતું. આ સ્કૂટર રેટ્રો ડિઝાઇનની સાથે સ્પોર્ટી લુકમાં છે. ફીચર્સની વાત કરીએ તો chetak chic નામથી આ સ્કૂટરના ફ્રન્ટ અને રીયર બંનેમાં ડિસ્ક બ્રેક હોઇ શકે છે. સ્કૂટરના ફ્રન્ટ એન્ડ પર એલઇડી લેમ્પ છે. 

સેફ્ટી માટે સ્કૂટરમાં શુ-શુ ખાસ
સમાચારોનું માનીએ તો બજાજ ચેતક ચિક સ્કૂટરમાં સેફ્ટીની દ્વષ્ટિએ ઇંટીગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ (IBS) મળશે. તેમાં મોટું ડિજિટલ ઇંસ્ટ્રુમેન્ટ પેનલ હશે, જેમાં બેટરી રેંજ, ઓડોમીટર અને ટ્રિપમીટરની જાણકારી પણ મળશે. સ્માર્ટફોન અને ટર્ન-બાય-ટર્ન નેવિગેશન માટે આ ઇંસ્ટ્રુમેન્ટ પેનલ બ્લૂટૂથ કનેક્ટિવિટી પણ સપોર્ટ કરશે. બજાજના આ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમતને લઇને ઘણા પ્રકારના અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. જાણકારોનું કહેવું છે કે 60 હજાર રૂપિયાની આસપાસ કિંમત હોઇ શકે છે. 

યાદોમાં જૂનો બજાજનો લુક
બજાજ ઓટોએ ચેતકનું (Chetak) પ્રોડક્શન 2006માં બંધ કરી દીધું હતું. ચેતક સ્કૂટરને વર્ષ 1972માં પહેલીવાર લોન્ચ કરવામાં આવ્યું હતું. ગત કેટલાક વર્ષોથી બજાજનું સંપૂર્ણ ફોકસ બાઇક્સ બનાવવા પર છે. પરંતુ હવે ફરી એકવાર કંપની ઇલેક્ટ્રિક સ્કૂટર સાથે સ્કૂટરની દુનિયામાં વાપસી કરી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news