Bajaj એ છાનામાના લોન્ચ કરી દીધી સસ્તી, સુંદર અને ટકાઉ બાઇક, જોઇને થઇ જશો દિવાના!
કોમ્યુટર મોટરસાઇકલમાં 124.4cc, એર કૂલ્ડ એન્જીન આપવામાં આવ્યું છે, જે 10.9PS પાવર અને 11Nm (કમ્બાઇંડ બ્રેકિંગ સિસ્ટમ) સ્ટાડર્ડ છે. બ્રેકિંગ માટે નીચલા વેરિએન્ટમાં 130 મીમી ફ્રન્ટ અને રિયર ડ્રમ બ્રેક આપવામાં આવી છે.
Trending Photos
Bajaj CT 125X Price, Specs, Features: બજાજ ઓટોએ CT 125X ને 71,345 રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી)ની કિંમત સાથે લોન્ચ કરી દીધી છે. તેનાથી આ ભારતમાં સૌથી સસ્તી 125cc બાઇક બની ગઇ છે. બજાજ CT 110X ની તુલનામાં બજાજ CT 125X લગભગ 5,000 રૂપિયા મોંઘી છે. બાઇકને ત્રણ રંગ-રેડ ડિકલ્સ સાથે એબોની બ્લેક, બ્લૂ ડિકલ્સ સાથે એબોની બ્લેક અને ગ્રીન ડિકલ્સ સાથે એબોની બ્લેકમાં રજૂ કરવામાં આવશે. બજારમાં તેનો મુકાબલો હોંડા શાઇન અને હીરો સુપર સ્પ્લેંડર સાથે થશે. જેની કિંમત ક્રમશ: 77,378 રૂપિયાથી માંડીને 81,378 રૂપિયા અને 77,500 રૂપિયાથી 81,400 રૂપિયા (એક્સ-શો રૂમ) વચ્ચે છે.
કોમ્યુટર મોટરસાઇકલમાં 124.4cc, એર કૂલ્ડ એન્જીન આપવામાં આવ્યું છે, જે 10.9PS પાવર અને 11Nm (કમ્બાઇંડ બ્રેકિંગ સિસ્ટમ) સ્ટાડર્ડ છે. બ્રેકિંગ માટે નીચલા વેરિએન્ટમાં 130 મીમી ફ્રન્ટ અને રિયર ડ્રમ બ્રેક આપવામાં આવી છે. ટોપ વેરિએન્ટમાં 240 મીમી ડિસ્ક અપ ફ્રન્ટ યૂનિટ મળે છે. બાઇકમાં 17 ઇંચના એલોય વ્હીલ મળે છે. તેમાં આગળ 80/100-17 અને પાછળ 100/90-17 ટ્યૂબલેસ ટાયર મળે છે.
ફીચરની વાત કરીએ તો CT 125X માં એનાલોગ ઇંસ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, યુએસબી ચાર્જિંગ પોર્ટ અને કાઉલ પર LED DRL સેટઅપ મળે છે. બાઇકની સીટની ઉંચાઇ અને લંબાઇ ક્રમશ: 810mm અને 700mm છે. તેનો વ્હીલબેસ 1285mm છે. તેમાં ગોલ હેડલેમ્પ, એલઇડી ડીઆરએલ, રબર ટેન્ક પેડ, ક્રેશ ગાર્ડ, ફોર્ક ગેટર્સ અને મોટી ગ્રેબ રેલ જેવા ફીચર્સ મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે પૂણે સ્થિત દ્રિચક્રી નિર્માતાએ એક નવી 350cc બાઇકનું પરીક્ષણ પણ શરૂ કરી દીધું છે, જેને ટ્રાયમ્ફ સાથે મળીને તૈયાર કરવામાં આવશે. આ મોડલને આગામી વર્ષે કોઇ સમયે લોન્ચ કરી શકાય છે. આ 350cc, લિક્વિડ કૂલ્ડ એન્જીન સાથે આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે