મારુતિ સુઝુકીની આ કાર માર્કેટમાં આવતા જ હંગામો મચાવી દેશે, જાણો કયું છે મોડલ

ભારતના ઓટોમોબાઈલ બજારમાં મારુતિ સુઝુકીની ગાડીઓ ધૂમ મચાવે છે. તેના દરેક મોડલ ગ્રાહકોને પસંદ પડે છે. કંપની હવે વેગનઆરનું નવું મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જાણો વિગતો...

મારુતિ સુઝુકીની આ કાર માર્કેટમાં આવતા જ હંગામો મચાવી દેશે, જાણો કયું છે મોડલ

મારુતિ સુઝુકી નવા વર્ષ 2024ના શરૂઆતના ત્રિમાસિકમાં નવી વેગનઆર ફેસલિફ્ટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ ગાડી ભારતીય ગ્રાહકોની મનપસંદ હેચબેકમાંથી એક છે. જેની કિંમત ઓછી અને પૈસા પણ એકદમ વસૂલ. હાલમાં જ નવી મારુતિ સુઝુકી વેગનઆર ફેસલિફ્ટ ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી રહતી. 2019માં આ હેચબેકની નવી જનરેશન  લોન્ચ કરાઈ હતી જેનું ફેસલિફ્ટ મોડલ જલદી માર્કેટમાં આવશે. કોઈ પણ સ્ટિકર્સ વગર જોવા મળેલી નવી વેગનઆર જોવામાં આકર્ષક છે અને અનેક ફેરફાર સાથે જોવા મળશે

શું ફેરફાર
નવી મારુતિ સુઝુકી વેગનઆર ફેસલિફ્ટમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. ટેસ્ટિંગ દરમિયાન જોવા મળ્યું કે ટેસ્ટ મોડલ નવી ડિઝાઈનના બંપર અને રિફ્લેક્ટર્સ સાથે છે. કારનો પાછળનો ભાગ પણ ઘણો બદલાયેલો છે જેમાં મામૂલી ફેરફાર સાથે ટેલલાઈટ હાઈસિંગને બ્લેક કલર આપવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે આ હાલ પ્રોટોટાઈપ છે અને લોન્ચના સમય સુધી કંપની તેમાં અન્ય કેટલાક ફેરફાર પણ કરી શકે છે. તેની આગાલી ગ્રિલને નવીનતા આપવાની સાથે નવા અલોય વ્હીલ્સ પણ કારને મળી શકે છે. 

ટેક્નોલોજી
નવી વેગનઆર ફેસલિફ્ટની ટેક્નિકલ જાણકારી હાલ જો કે સામે આવી નથી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે આ હાલના મોડલવાળા એન્જિન વિકલ્પ જ આપવામાં આવી શકે છે. નવી વેગનઆર સાથે હાલની કારવાળું 1.0 લીટર પેટ્રોલ અને 1.2 લીટર પેટ્રોલ એન્જિન મળી શકે છે. આ બંનેની સાથે કંપની 5-સ્પીડ મેન્યુઅલ અને એએમટી ગિયરબોક્સ વિકલ્પ આપી શકે છે. આ કારમાં પહેલેથી ફેક્ટી ફિટેડ સીએની વિકલ્પ પણ મળે છે જે વેગનઆર ફેસલિફ્ટ સાથે પણ મળશે, તેને ફક્ત મેન્યુઅલ ગિયરબોક્સ મળશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news