iPhone 13 ખરીદનાર લોકોને મોટો ઝટકો, Apple એ બોક્સમાંથી આ વસ્તુને કરી ગાયબ

એપલે તાજેતરમાં જ iPhone 13 સહિત ઘણા પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા છે. જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. ગઈ કાલે 17 સપ્ટેમ્બરથી ભારતમાં iPhone 13 Mini, iPhone 13, iPhone 13 Pro અને iPhone 13 Pro Max ના પ્રી-ઓર્ડર શરૂ થઈ ગયા છે

iPhone 13 ખરીદનાર લોકોને મોટો ઝટકો, Apple એ બોક્સમાંથી આ વસ્તુને કરી ગાયબ

નવી દિલ્હી: એપલે તાજેતરમાં જ iPhone 13 સહિત ઘણા પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા છે. જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. ગઈ કાલે 17 સપ્ટેમ્બરથી ભારતમાં iPhone 13 Mini, iPhone 13, iPhone 13 Pro અને iPhone 13 Pro Max ના પ્રી-ઓર્ડર શરૂ થઈ ગયા છે અને એપલના જણાવ્યા અનુસાર 24 સપ્ટેમ્બરથી તેનું વેચાણ પણ શરૂ થઈ જશે. તેના નવા પ્રોડક્ટ્સની સાથે-સાથે એપલે iPhone 13 ના પેકેજિંગ વિશે પણ એક એનાઉન્સમેન્ટ કરી છે. ગત વર્ષની જેમ ચાર્જર અને ઇયરબડ્સ તો ફોનની સાથે મળશે નહીં પરંતુ આ વર્ષે iPhone 13 ના બોક્સમાંથી કંઈક બીજુ પણ ગાય હશે. આવો જોઇએ તે કઈ વસ્તુ છે.

iPhone 13 ના બોક્સમાંથી આ હશે ગાયબ
એપલે આ નિર્ણય કર્યો છે કે આ વર્ષે તે iPhone 13 ના બોક્સ પર લગાવવામાં આવતું પ્લાસ્ટિકને હટાવી રહ્યા છે. Weibo ની એક પોસ્ટમાં લોકોએ આ નવા બોક્સની એક ઝલક જોવા મળી છે. તેનો અર્થ છે કે, iPhone ના બોક્સ પર આજ સુધી જે ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક આવતું હતું તે હવે નહીં આવે.

તારક મહેતામાં સિમ્પલ દેખાતી માધવી ભાભીના હાથમાં બીડી, ફેન્સને લાગ્યો મોટો ઝટકો

કેવું દેખાશે હવે પેકેજિંગ
જે પ્લાસ્ટિકને લગાવવામાં આવતું હતું તેનાથી બોક્સ ખુલ્તું ન હતું અને તેની અંદરનો સમાન સુરક્ષિત રહેતો હતો. હવે પ્લાસ્ટિકની જગ્યાએ iPhone 13 ના બોક્સ પર એક ટિયર-ઓફ પેપર ટેપ લગાડવામાં આવશે. જેને ફાડીને બોક્સ ખોલી શકાય છે. આ રીતનું પેકેજિંગ સલામત રહેશે અને અંદરનાં પ્રોડક્ટ પણ સુરક્ષિત રહેશે. ત્યારે બોક્સ પર એક સીલ પણ લગાવવામાં આવશે જેનાથી ખબર પડી જશે કે બોક્સ આ પહેલા ખોલવામાં આવ્યું છે કે નહીં.

પેટ્રોલ-ડીઝલમાં વધતી મોંઘવારીમાંથી મળશે રાહત? સરકારે લીધો આ નિર્ણય

આ પગલાં પાછળનું કારણ
તેમના કીનોટમાં એપલે આ કહ્યું છે કે, એક કંપની તરીકે તે કુદરતી સમસ્યાઓને સમજે છે અને તેમના વતી પ્રકૃતિને બચાવવા માટે પગલાં લેવામાં માંગે છે. એપલનું કહેવું છે કે, iPhone 13 ના દરેક બોક્સથી આ પ્લાસ્ટીક હટાવી અને તેને કાગળથી બદલી તેઓ 600 મેટ્રિક ટન પ્લાસ્ટિક બચાવી શકાશે. આ ચોક્કસપણે પ્રકૃતિને બચાવવા તરફ એક મોટું પગલું છે. એપલનું કહેવું છે કે, 2025 સુધી તે તેમના તમામ પ્રોડક્ટ્સના પેકેજિંગથી પ્લાસ્ટિકનું નામોનિશાન હટાવી દેશે.

તમને જણાવી દઈએ કે ગત વર્ષે iPhone 12 ના લોન્ચિંગ સમયે એપલે આઇફોન બોક્સમાંથી ચાર્જર અને ઇયરબડ્સ કાઢીને તેના સૌથી પાતળા iPhone બોક્સને સામે રાખ્યું હતું. હવે આ વર્ષે પણ 14 સપ્ટેમ્બરે એપલે પ્રોડક્ટ લોન્ચ સમયે પ્લાસ્ટિક હટાવવાની જાહેરાત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news