Alert! તમારી પાસે પણ આ સ્માર્ટફોન હશે તો બંધ થઈ જશે WhatsApp, ચેક કરો લિસ્ટ

WhatsApp Stop Working in These Smartphones: વોટ્સએપે પોતાની લેટેસ્ટ સિસ્ટમ જરૂરીયાતમાં ફેરફાર કર્યો છે, જેનાથી જૂના સ્માર્ટફોન યૂઝ કરનાર લોકો પ્રભાવિત થશે. અહીં જુઓ કયાં-કયાં ફોનમાં વોટ્સએપ ચાલશે નહીં. 
            

 Alert! તમારી પાસે પણ આ સ્માર્ટફોન હશે તો બંધ થઈ જશે WhatsApp, ચેક કરો લિસ્ટ

WhatsApp Stop Working in These Smartphones: મેટાની પોપુલર એપ WhatsApp માં એક મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે. વોટ્સએપે પોતાની લેટેસ્ટ સિસ્ટમ જરૂરીયાતમાં ફેરફાર કર્યો છે, જેનાથી જૂનો સ્માર્ટફોન યૂઝ કરનાર લોકો પ્રભાવિત થશે. કેનાલટેકના એક રિપોર્ટ પ્રમાણે સેમસંગ, મોટોરોલા, હુઆવેઈ, સોની, એલજી અને એપલ જેવી બ્રાન્ડના 35 મોબાઇલ ફોનને હવે વોટ્સએપ અપડેટ કે સિક્યોરિટી પેચ નહીં મળે.

WhatsApp ના આ પગલાનો ઉદ્દેશ્ય એપના પરફોર્મંસ અને સુરક્ષાને વધારવાનો છે, પરંતુ અપડેટ બાદ કેટલાક યૂઝર્સ ફોનમાં આ એપનો ઉપયોગ કરી શકશે નહીં. વોટ્સએપ યૂઝ કરવા માટે તેણે નવો સ્માર્ટફોન ખરીદવો પડશે.

આ સ્માર્ટફોન પર નહીં ચાલે WhatsApp
જે સ્માર્ટફોનમાં વોટ્સએપ નહીં ચાલે તે લિસ્ટમાં ઘણા લોકપ્રિય મોડલ સામેલ છે. ગેલેક્સી નોટ 3, ગેલેક્સી એસ3 મિની અને ગેલેક્સી એસ4 મિની જેવા સેમસંગ ફોન. મોટોરોલાના મોટો જી અને મોટો એક્સ પણ લિસ્ટમાં છે. એપલના iPhone 6 અને iPhone SE જેવા મોડલમાં પણ એપ સપોર્ટ કરશે નહીં. હુઆવેઈ, લેનોવો, સોની અને એલજીના ઘણા મોડલ પ્રભાવિત થયા છે.

1. Samsung Galaxy Ace Plus
2. Samsung Galaxy Core
3. Samsung Galaxy Express 2
4. Samsung Galaxy Grand
5. Samsung Galaxy Note 3
6. Samsung Galaxy S3 Mini
7. Samsung Galaxy S4 Active
8. Samsung Galaxy S4 Mini
9. Samsung Galaxy S4 Zoom
10. Moto G
11. Moto X
12. iPhone 5
13. iPhone 6
14. iPhone 6S
15. iPhone 6S Plus
16. iPhone SE
17. Huawei Ascend P6 S
18. Huawei Ascend G525
19. Huawei C199
20. Huawei GX1s
21. Huawei Y625
22. Lenovo 46600
23. Lenovo A858T
24. Lenovo P70
25. Lenovo S890
26. Sony Xperia Z1
27. Sony Xperia E3
28. LG Optimus 4X HD
29. LG Optimus G
30. LG Optimus G Pro
31. LG Optimus L7

વોટ્સએપે યૂઝર્સને લેટેસ્ટ સુરક્ષા સુવિધા આપવા અને એપને સારી રીતે કામ કરવા માટે અપડેટ કરી છે. વોટ્સએપ માત્ર Android 5.0 કે ત્યારબાદના મોડલ અને iOS 12 કે ત્યારબાદના મોડલવાળા iPhones પર ચાલનાર ડિવાઇસનું સમર્થન કરશે. તેનો મતલબ છે કે તેની જૂની સિસ્ટમ પર કામ કરનાર કોઈપણ ફોનને હવે મહત્વપૂર્ણ અપડેટ મળશે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news