દુનિયામાં કેટલી છે AK47? અત્યાર સુધી આ બંદૂકે કેટલા જીવ લીધા? આર્મી અને આતંકીઓ બન્નેને કેમ પસંદ છે આ હથિયાર

આ ખતરનાક હથિયારનું નામ AK47 કેવી રીતે પડ્યું? જાણવા જેવું છે આના પાછળનું કારણ 

દુનિયામાં કેટલી છે AK47? અત્યાર સુધી આ બંદૂકે કેટલા જીવ લીધા? આર્મી અને આતંકીઓ બન્નેને કેમ પસંદ છે આ હથિયાર

નરેશ ધારાણી, અમદાવાદઃ ટેક્નોલોજીથી ભરપૂર આજના યુગમાં એકથી એક ચડિયાતા હથિયારોની શોધ થઈ રહી છે. અને અનેક નવા હથિયારો સેનાના જવાનોને આપવામાં આવે છે. તેમ છતા આજે પણ AK47ની લોકપ્રિતામાં જરા પણ ઘટાડો નથી થયો. આજે પણ દરેક જવાન અને દુશ્મનોની પહેલી પસંદ હોય છે AK47. આની પાછળનું શું કારણ છે અને કેમ AK47 જ તેનો રસપ્રદ ઈતિહાસ જાણીએ.

ભારતની આઝાદીની સાથે જ AK47નો યુગ શરૂ થયો:
1947માં ભારતને જ્યારે આઝાદી મળી તે જ વર્ષમાં રશિયાએ દુનિયા સમક્ષ એક એવું હથિયાર લાવ્યું જેને જોઈને દુશ્મનના પરસેવા છૂટી જાય છે. આ હથિયારનું નામ છે AK47. 1947માં ટ્રાયલ બાદ રશિયાની આર્મીમાં AK47નો સમાવેશ કરવામાં આવ્યો. જે આજે દરેક દેશની સેનાના જવાનો પાસે જોવા મળે છે.

106 દેશમાં AK47 છે પહેલી પસંદ:
દુનિયાના 106 દેશમાં AK47 રાઈફલ ઉચ્ચ કક્ષાના હથિયારોની ક્ષેણીમાં રાખી ઉપયોગ કરાય છે. એક અંદાજ પ્રમાણ AK સીરીઝના તમામ પ્રકારની 10 કરોડ રાઈફલ દુનિયામાં છે. આ તમામ પ્રકારની રાઈફલ હથિયાર પ્રેમી, સૈનિકો, નક્સલીઓ અને આતંકવાદીઓને ખુબ જ પસંદ આવે છે. જો કે અમેરિકા AK સીરીઝની રાઈફલને ખરાબ માણસોના હથિયાર ગણાવે છે.

AK-47 નામ કેવી રીતે પડ્યું:
AK 47 રાઈફલનું નામ રશિયન ભાષા પરથી પડ્યું છે. AKનું રશિયન ભાષા મુજબ આખું નામ એવટોમેટ કલાશ્નિકોવ છે. AK-47નું નામે તેને બનાવનાર સિનિયર સાર્જેટ મિખાઈલ કલાશ્નિકોવ પરથી પડ્યું છે. તેમને જર્મન હથિયાર અને તેની ડિઝાઈન ખુબ જ પસંદ હતી. જેથી તે એવું હથિયાર બનાવવા માગતા હતા કે જે રોકાય વગર દુશ્મનનો ખાતમો બોલાવી શકે. 5 વર્ષ એન્જિનિયરિંગ કર્યા બાદ તેમણે AK-47 બનાવી હતી.

શું જર્મન રાઈફલની કોપી છે AK-47:
AK-47 બનાવનાર મિખાઈલ પર એવા આરોપ લાગ્યા હતા કે તેણે જર્મન રાઈફલ StG-44ની ડિઝાઈનની નકલ કરી હતી. આ રાઈફલ બહુ ફાઈરિંગ નહોંતી કરતી પણ મડ રેન્જ ઈન્ફેન્ટી મજબૂત રાઈફલ હતી. એવી જ રીતે AK-47 કામ કરતી હોવાથી નકલના આરોપ લાગ્યા હતા. પરંતુ સરળતાથી રિપેર અને મેન્ટેનસની ખાસયિત AK-47 રાઈફલને ખાસ બનાવી હતી.

AK-47 રાઈફલની કિંમત કેટલી છે:
AK-47ની દરેક દેશમાં અલગ અલગ કિંમત હોઈ શકે છે. ટ્રાંઝિશનલ ક્રાઈમ ઈન ડેવલપિંગ વર્લ્ડની એક રિસર્ચ મુજબ પાકિસ્તાનના બ્લેક માર્કેટમાં AK-47 150 ડોલર એટલે કે 11 હજાર 471 રૂપિયામાં મળે છે. તો અમેરિકાના ડાર્ક વેબના માધ્યમથી 2.75 લાખની મળે છે. તો આફ્રિકાના કેટલાક દેશોમાં ખુબ જ સસ્તા ભાવે AK-47 મળે છે. દરેક દેશની સ્થિતિ મુજબ તેના અલગ અલગ ભાવ હોય છે.

AK-47 કેટલી ગોળીઓ છોડી શકે છે:
AK-47 સંપૂર્ણ ઓટોમેટિક સેટિંગથી લગભગ 600 રાઉન્ડ ફાયરિંગ કરી શકે છે. જ્યારે સેમી ઓટો મોડમાં 40 રાઉન્ડ અને બર્સ્ટ મોડમાં 100 રાઉન્ડ પ્રતિ મિનિટમાં કરી શકે છે. AK-47માંથી નીકળેલી ગોળી 715 મીટર પ્રતિ મિનિટની ઝડપે 350 મીટર દૂરના ટાર્ગેટને ઢેર કરી શકે છે. જેમાં 20, 30 અને 75 રાઉન્ડની અલગ અલગ ત્રણ પ્રકારની કાર્ટિઝ આવે છે.

શું સામાન્ય નાગરિક ખરીદી શકે છે AK-47:
અમેરિકાના કેટલાક રાજ્યોમાં લોકો AK-47 રાઈફલ ખરીદી શકે છે. પરંતુ ભારતમાં સામાન્ય માણસોને કાયદેસર રીતે AK-47 નથી મળી શકતી. ભારતમાં સેના, પેરામિલિટ્રી, પોલીસ, એસટીએફના ઉપયોગ માટે જ AK-47 વપરાય છે. જેથી લોકો AK-47 ખરીદે તો ગેરકાયદે ગણાય છે.

દુશ્મનોને મોકલે છે યમલોકની સફર પર:
દુનિયામાં સૌથી ઘાતક રાઈફલ AK-47 ગણાય છે. આની 300થી 350 મીટરની રેન્જમાં કોઈ દુશ્મને સામે આવે તો તેને સિધો જ યમલોકમાં પહોંચાડી દે છે. શરૂઆતમાં આ રાઈફલ ખુબ જ ભારે હતી. પરંતુ ધીરે ધીરે તેનું વજન ઓછું કરી નિશાનાને વધુ સટિક બનાવવામાં આવ્યો. એવું માનવામાં આવે છે AK-47થી અત્યાર સુધી લગભગ 2 લાખ 50 હજારથી વધુ લોકોને મારવામાં આવ્યા છે. અપગ્રેડેશન સાથે એક સમયની AK આજે AKM બની ગઈ છે. પરંતુ તેની અસરકારકત જરા પણ ઓછી નથી થઈ

આતંકીઓને પણ પસંદ છે AK-47:
મારક ક્ષમતા અને સટિક નિશાનાના લીધે આતંકીઓને પણ AK-47 ખુબ જ પસંદ છે. આતંકવાદીઓ પણ આતંક ફેલાવવા AK-47 પોતાની પાસે રાખે છે. જેઓ દુનિયાભરમાં ચાલતા કાળાબજારમાંથી AK-47 રાઈફલની ખરીદી કરે છે. AK-47 ગરમ પ્રદેશ હોય કે બરફથી ઢંકાયેલા પહાડ ગમે તેવી વિકટ સ્થિતિમાં પણ સરળતાથી પોતાનું કામ કરે છે જેથી આતંકીઓને તે વધુ પસંદ આવે છે.

ભારત પાસે કેટલી છે AK સિરિઝની રાઈફલઃ
ભારત પાસે AK-47, AK-56 રાઈફલ કેટલી છે તેનો ચોક્કસ આંકડો કહેવો મુશ્કેલ છે. પરંતુ ભારત અને રશિયા વચ્ચે AK-203 બનાવવા માટે કરાર થયા છે. જેના આધારે અમેઠીમાં 7.50 લાખ AK-203 રાઈફલ બનાવવામાં આવશે. જે સેનાના જવાન, પેરામિલિટ્રી ફોર્સના જવાનોને આપવામાં આવશે.

AK સિરિઝમાં કેટલા પ્રકારની રાઈફલ આવે છેઃ
દુનિયાભરમાં AK સિરિઝની 17 પ્રકારીની રાઈફલ જોવા મળે છે. જેમાં AK-47, AKM, AK-74, AK-74M, AK-101, AK-102, AK-103, AK-104, AK-105, AK-12, AK-12K, AK-15, AK-15K, AK-200, AK-205, AK-203 અને  AK-19નો સમાવેશ થાય છે. જેમાં AK-47થી લઈને સમયની સાથે વધુ સુવિધા સાથે નવા નવા પ્રકારની રાઈફલ બની છે. જેમાં AK-19 સૌથી લેટેસ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news