આ છે દેશની સૌથી સસ્તી 4x4 કારો, લિસ્ટમાં Mahindra Scorpio-N પણ સામેલ

Affordable 4x4 Cars: જો તમે પણ ઓફ રોડિંગ માટે શાનદાર પરંતુ SUV 4x4 એસયુવી શોધી રહ્યાં છો તો અમે તમારા માટે ત્રણ ઓપ્શન શોર્ટલિસ્ટ કર્યાં છે. તેમાંથી તમે કોઈની પસંદગી કરી શકો છો. આ દેશની સૌથી સસ્તી 4x4 એસયુવી છે. 

આ છે દેશની સૌથી સસ્તી 4x4 કારો, લિસ્ટમાં Mahindra Scorpio-N પણ સામેલ

Most Affordable 4x4 Cars In Inida: સામાન્ય રીતે 4x4 એસયુવી મોટા ભાગે શહેરો કે ગામનાના સામાન્ય રસ્તા પર ચાલે છે, પરંતુ જો કોઈ તેને પહાડો કે ખરાબ રસ્તા પર લઈ જવા ઈચ્છે કે પછી ઓફ રોડિંગ કરવા ઈચ્છે તો તેની અસત ક્ષમતા ખબર પડે છે. તેવામાં જો તમે ઓફ રોડિંગ માટે શાનદાર પરંતુ SUV 4x4 શોધી રહ્યાં છો તો અમે તમારા માટે 3 ઓપ્શન શોર્ટલિસ્ટ કર્યાં છે. તેમાંથી તમે પસંદગી કરી શકો છો. આ દેશની સૌથી સસ્તી 4x4 SUV છે.

Mahindra Thar
થ્રી-ડોર, નાના વ્હીલબેસ, નાના ઓવરહેંગ્સ, મોટા ટાયર, શાનદાર લુક, પાવરફુલ એન્જિન અને 4x4 ની સાથે મહિન્દ્રા થાર પ્રોપર ઓફ રોડિંગ કરી શકે છે. પાછલા મોડલની તુલનામાં થારમાં થોડા ફેરફાર થયા છે. હવે તે વધુ સક્ષમ છે. તે મુશ્કેલ રસ્તા પાર કરી શકે છે. તેમાં ત્રણ એન્જિન ઓપ્શનઃ 2 લીટર ટર્બો પેટ્રોલ (150પીએસ/320એનએમ), 2.2 લીટર ડીઝલ (130પીએસ/300એનએમ) અને 1.5 લીટર ડીઝલ (118પીએસ/300એનએમ) છે. તેના 4x4 વેરિએન્ટની કિંમત 14.30 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે.

Maruti Suzuki Jimny
મારુતિ સુઝુકીની જિપ્સીએ લાંબા સમય સુધી ઓફ રોડિંગની દુનિયામાં રાજ કર્યું છે, તેના રિપ્લેસમેન્ટની ખાસ જરૂર હતી. આખરે પાછલા વર્ષે મારુતિ સુઝુકીએ ભારતીય બજારમાં જિન્મીને લોન્ચ કરી હતી. મારૂતિ સુઝુકીની જિન્મી પણ થારની જેમ ઓફ રોડિંગ કરી શકે છે. પરંતુ તેની સાઇઝ અને એન્જિન થારની તુલનામાં નાનું છે. જિન્મીમાં 1.5 લીટર પેટ્રોલ એન્જિન (105પીએસ અને 134એનએમ) આવે છે. તેમાં 4x4 સ્ટાન્ડર્ડ છે. તેની કિમત 12.74 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) થી શરૂ થાય છે.  

Mahindra Scorpio N
નવી મહિન્દ્રા સ્કોર્પિયો-એન ઓન-રોડ અને ઓફ-રોડ બંને જગ્યાએ સારૂ પરફોર્મંસ કરે છે. સ્કોર્પિયો-એનમાં 2WD અને 4WD ઓપ્શન મળે છે. તેના 4WD વાળા સેટઅપની સાથે તમે ઓફ રોડિંગ કરી શકો છે, જેની કિંમત 18.01 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. સ્કોર્પિયો-એનની સાથે મલ્ટીપલ પાવર/ટોર્ક આઉટપુટની સાથે કુલ બે એન્જિન ઓપ્શન- 2.2-લીટર ડીઝલ અને 2.0 લીટર ટર્બો પેટ્રોલ મળે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news