5G Launch today: આ 13 શહેરોને સૌથી પહેલા મળશે સુપરડુપર ફાસ્ટ ઈન્ટરનેટ, ગુજરાતના 3 શહેર સામેલ

First Cities getting 5G in India: 5G સેવાને લઈને અનેક અહેવાલો સામે આવી રહ્યા છે. પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓએ 5G સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લીધો અને હવે આજે ભારતમાં પીએમ મોદીના હસ્તે 5G સેવા લોન્ચ પણ થઈ. આ 5G સેવાનો લાભ સૌથી પહેલા કોને મળશે  તે વિશે વિશે જાણો. 
 

5G Launch today: આ 13 શહેરોને સૌથી પહેલા મળશે સુપરડુપર ફાસ્ટ ઈન્ટરનેટ, ગુજરાતના 3 શહેર સામેલ

First Cities getting 5G in India: 5G સેવાને લઈને અનેક અહેવાલો સામે આવી રહ્યા છે. પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓએ 5G સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લીધો અને હવે આજે ભારતમાં પીએમ મોદીના હસ્તે 5G સેવા લોન્ચ પણ થઈ. આ 5G સેવાનો લાભ સૌથી પહેલા કોને મળશે  તે વિશે વિશે જાણો. 

પીએમ મોદીએ કર્યું લોન્ચ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 1 ઓક્ટોબર 2022ના રોજ  ભારતમાં 5G ઈન્ટરનેટ સેવા લોન્ચ કરી. નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં આયોજિત એક્ઝિબિશનમાં પીએમ મોદીએ તમામ ટેલિકોમ કંપનીઓના 5G ડેમોનો અનુભવ કર્યો. 

આ શહેરોમાં સૌથી પહેલા રોલાઆઉટ
ભારતમાં 5G રોલઆઉટના પહેલા તબક્કામાં જે શહેરોને સામેલ કરાયા છે તેમાં અમદાવાદ, નવીદિલ્હી, ગાંધીનગર, ગુરુગ્રામ, બેંગલુરુ, ચંડીગઢ, ચેન્નાઈ, હૈદરાબાદ, જામનગર, કોલકાતા, લખનઉ, મુંબઈ અને પુણે શહેરો સામેલ છે. આ શહેરોમાં રહેતા લોકોને 5જીના ફાયદા અનુભવવાની તક સૌથી પહેલા મળશે. 

મુકેશ અંબાણીનું મોટું નિવેદન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 5જી સેવા લોન્ચ કરી જે અલ્ટ્રા હાઈ સ્પીડ ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવવાનો ભરોસો આપે છે. બીજી બાજુ મુકેશ અંબાણીએ પણ આજે એક મોટી જાહેરાત કરી. તેમની કંપની રિલાયન્સ જિયો આગામી વર્ષ ડિસેમ્બર સુધીમાં સમગ્ર દેશમાં 5જી સેવાની શરૂઆત કરી દેશે. જિયો આ મહિનાના અંત સુધીમાં 5જી સેવા શરૂ કરવાની તૈયારી કરવાની કવાયતમાં લાગી છે. ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ-2022ના કાર્યક્રમમાં અંબાણીએ કહ્યું કે ડિસેમ્બર 2023 સુધીમાં દેશના દરેક ખૂણે આ સેવા ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. 

ભારતી એરટેલે આઠ શહેરોમાં શરૂ કરી સેવા
ભારતી એરટેલ શનિવારે ચાર મહાનગરો સહિત આઠ શહેરોમાં 5જી સર્વિસિસ શરૂ કરવા જઈ રહી છે. કંપનીની માર્ચ 2024 સુધીમાં સમગ્ર દેશમાં આ સેવાઓ ઉપલબ્ધ કરાવવાની યોજના છે. ભારતી એરટેલના ચેરમેન સુનિલ ભારતી મિત્તલે આ જાણકારી આપી. મિત્તલે આઈએમસી-2022માં કહ્યું કે દેશનું સૌથી જૂનું ખાનગી દૂરસંતાર ઓપરેટર આઠ પ્રમુખ શહેરોમાં 5જી મોબાઈલ સેવા શરૂ કરવા જઈ રહ્યું છે અને માર્ચ 2023 સુધીમાં મોટાભાગના તથા માર્ચ 2024 સુધીમાં સમગ્ર દેશમાં આ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news