Xiaomi વર્ષ 2020 સુધી પોતાના 20 હજાર રૂપિયાથી મોંઘા ફોનમાં આપશે 5G કનેક્ટિવિટી
Xiaomi ના સીઇઓ લેઇ જૂને 2019ની ચાઇના મોબાઇલ ગ્લોબલ પાર્ટનર કોન્ફ્રેંસમાં કહ્યું કે 285 ડોલર (2000 યુઆન/20 હજાર રૂપિયા)થી વધુ કિંમતવાળા બધા શાઓમી સ્માર્ટફોન્સ 5G કનેક્ટિવિટીથી સજ્જ હશે. ન્યૂઝ પોર્ટલ ગિઝમોચાઇનાએ શુક્રવારે પોતાના રિપોર્ટમાં કહ્યું કે કંપનીની પ્રથમ છમાસિકમાં ઓછામાં ઓછા 10 5G વ્યાજબી ભાવના ફોનની જાહેરાત કરવાનું પ્લાનિંગ કરી રહી છે.
Trending Photos
નવી દિલ્હી: Xiaomi ના સીઇઓ લેઇ જૂને 2019ની ચાઇના મોબાઇલ ગ્લોબલ પાર્ટનર કોન્ફ્રેંસમાં કહ્યું કે 285 ડોલર (2000 યુઆન/20 હજાર રૂપિયા)થી વધુ કિંમતવાળા બધા શાઓમી સ્માર્ટફોન્સ 5G કનેક્ટિવિટીથી સજ્જ હશે. ન્યૂઝ પોર્ટલ ગિઝમોચાઇનાએ શુક્રવારે પોતાના રિપોર્ટમાં કહ્યું કે કંપનીની પ્રથમ છમાસિકમાં ઓછામાં ઓછા 10 5G વ્યાજબી ભાવના ફોનની જાહેરાત કરવાનું પ્લાનિંગ કરી રહી છે.
Xiaomi પહેલાં જ કેટલાક 5G ફોન્સ, જેમ કે Xiaomi Mi Mix 3 (5G) અને Xiaomi Mi Mix Alpha લોન્ચ કરી ચૂકી છે. આ ઉપરાંત કંપનીએ પહેલાં જ 5G + IoT રણનીતિ શરૂ કરી છે. જેથી પોતાના IoT સર્વિસના વિકાસ અને ઉપયોગને વધારી શકાય.
Redmi K30 સીરીઝમાં 5G કનેક્ટિવિટી આપશે Xiaomi
Xiaomiના સબ બ્રાંડ Redmi એ ભારતમાં થોડા સમય પહેલાં K20-સીરીઝના સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા. હવે કંપની આ સીરીઝના આગામી સ્માર્ટફોન પર કામ કરી રહી છે. Xiaomi ના જનરલ મેનેજર Lu Weibing એ તાજેતરમાં કંફોર્મ કર્યું હતું કે કંપની Redmi K30 સ્માર્ટફોન પર કામ કરી રહી છે. તેમણે Weibo પર સ્માર્ટફોનની કેટલીક ડિટેલ્સ શેર કરી હતી. હવે લેટેસ્ટ રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે Xiaomi નો અપકમિંગ સ્માર્ટફોન MediaTekના પ્રોસેસર સાથે આવશે.
આ લેટેસ્ટ લીક ચાઇન બેસ્ડ લીકસ્ટર અને બ્લોગર Digital Chat Station દ્વારા Weibo (via PriceBaba) પર શેર કરવામાં આવ્યું છે. આ પહેલાં પ્રકાશમાં આવેલા કેટલાક રિપોર્ટ્સે ઇશારો કર્યો હતો કે Redmi K30 નેક્સ્ટ જનરેશન 5G કનેક્ટિવિટી સાથે આવી શકે છે. Xiaomi એ તાજેતરમાં જ Redmi Note 8 સીરીઝ માટે પણ MediaTek સાથે ભાગીદારી કરી હતી. Redmi Note 8 Proમાં કંપનીએ Helio G90T ગેમિંગ ચિપસેટ આપ્યું હતું. એવું લાગી રહ્યું છે કે શાઓમી આ ભાગીદારીને આગળ વધારતાં પોતાના લાઇનઅપમાં અર્ફોડેબલ 5G સ્માર્ટફોન ઉમેરવાનું પ્લાનિંગ કરી રહી છે.
તમને જણાવી દઇએ કે MediaTek પાસે એક 5G ચિપસેટ પહેલાંથી જ છે, જે 5G મોડમ સાથે આવે છે. આ ચિપસેટ આ ત્રિમાસિકના અંત સુધી OEMs પાસે શિપ કરી દેવામાં આવશે. અંદાજો લગાવવામાં આવ્યો રહ્યો છે કે Redmi K30 આગામી વર્ષે મિડમાં લોન્ચ કરવામાં આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે