દેશમાં સ્માર્ટ LED લગાવવાથી 3300 કરોડની વિજળીની થઇ રહી છે બચત

દેશમાં 1 કરોડ એવા થાંભલાઓ છે જેના પર જૂની ટ્યુબલાઇટની જગ્યાએ  સ્માર્ટ એલઇડી લગાવી દેવામાં આવી છે. હવે આ લાઇટના થાંભલાઓથી લગભગ દેશમાં 3300 કરોડની વિજળી બચાવી લેવામાં આવશે.

દેશમાં સ્માર્ટ LED લગાવવાથી 3300 કરોડની વિજળીની થઇ રહી છે બચત

નવી દિલ્હી : દેશમાં 1 કરોડ એવા થાંભલાઓ છે જેના પર જૂની ટ્યુબલાઇટની જગ્યાએ  સ્માર્ટ એલઇડી લગાવી દેવામાં આવી છે. હવે આ લાઇટના થાંભલાઓથી લગભગ દેશમાં 3300 કરોડની વિજળી બચાવી લેવામાં આવશે. આ એનર્જી એફિશિએન્સી સર્વિસ લિમિટેડ (EESL)નું માનવું છે. મોદી સરકારે રોડ પર લાઇટના થાંભલાઓ પર સ્માર્ટ LED લગાવવાનું કામ 2015 શરૂ કર્યું હતું.

દેશમાં આશરે 1.34 કરોડ સ્ટ્રીટ લાઇટ છે. આ બધી લાઇટોને બદલાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો ત્યારે અત્યાર સુધીમાં 1 કરોડ જેટલી સ્ટ્રીટ લાઇટો બદલી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં 2.7 લાખ કિલોમીટરના રસ્તાઓ પર LED લાઇટોનો પ્રકાશ થયો છે. અનુમાન લગાવામાં આવી રહ્યું છે, કે આ સ્ટ્રીટ લાઇટોની મદદથી દર વર્ષે 6.71 અરબ કિલોવોટ વિજળી બચાવામાં આવશે અને 46 લાખ ટન કાર્બન ઓક્સાઇડ બનવાથી રોકી શકાશે.

નક્કી કરવામાં આવેલા 1500 શહેરમાંથી અને 900માં આ LED લાઇટો વાળી સ્ટ્રીટ લાઇટો લગાવી દેવામાં આવી છે. અને બાકીના 600માં વહેલી તકે લગાવી દેવામાં આવશે. મહત્વનું છે, કે સૌથી વધારે 28.9 લાખ LED સ્ટ્રીટ લાઇટો આંધ્રપ્રદેશમાં બદલવામાં આવી છે. રાજસ્થાનમાં 10.3 લાખ અને યુપીમાં 9.3 લાખ લગાવી દેવામાં આવી છે. EESL આ થાંભલાઓ પર નજર રાખી રહ્યું છે. જ્યાં જ્યાં આ સ્ટ્રીટ લાઇટો લગાવામાં આવી છે ત્યાંની લોકલ સત્તાધીશો પાસેથી રીપોર્ટ મેળવી રહી છે. આ LED લાઇટોથી પહેલાની સરખામણીએ 50 ટકા વિજળીની બચત થઇ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news