બજાજે 2020 Bajaj Dominar 400 BS VI બાઇક લોન્ચ કરી, ચૂકવવી પડશે આટલી કિંમત

ઘરેલૂ ઓટોમોબાઇલ કંપની બજાજ ઓટો (Bajaj Auto) એ 2020 Bajaj Dominar 400 BS VI વર્જનની મોટરસાઇકલને લોન્ચ કરી દીધી છે. બજાજની આ બજાજની એકદમ પોપુલર મોટરસાઇકલ છે. કંપનીએ આ મોટરસાઇકલની કિંમતમાં વધારો કર્યો છે. હવે નવી 200 બજાજ ડોમિનર 400 બીએસ 6 મોટરસાઇકલની દિલ્હી એક્સશો રૂમ કિંમત 1,91,751 રાખવામાં આવી છે.

બજાજે 2020 Bajaj Dominar 400 BS VI બાઇક લોન્ચ કરી, ચૂકવવી પડશે આટલી કિંમત

નવી દિલ્હી: ઘરેલૂ ઓટોમોબાઇલ કંપની બજાજ ઓટો (Bajaj Auto) એ 2020 Bajaj Dominar 400 BS VI વર્જનની મોટરસાઇકલને લોન્ચ કરી દીધી છે. બજાજની આ બજાજની એકદમ પોપુલર મોટરસાઇકલ છે. કંપનીએ આ મોટરસાઇકલની કિંમતમાં વધારો કર્યો છે. હવે નવી 200 બજાજ ડોમિનર 400 બીએસ 6 મોટરસાઇકલની દિલ્હી એક્સશો રૂમ કિંમત 1,91,751 રાખવામાં આવી છે. આ મોટરસાઇકલ હવે બીએસ 4ના મુકાબલે થોડી મોંઘી થઇ ગઇ છે. આ મોટરસાઇકલની બુકિંગ પહેલાં પણ ઘણા ડીલરશિપમાં ચાલી રહી છે.

બીએસ4ના મુકાબલે મોટો ફેરફાર નહી
બજાજ ડોમિનર 400 મોટરસાઇકલના બીએસ 4 ( BS IV) વર્જનના મુકાબલે બીએસ 6 વર્જનમાં કોઇ વધુ ફેરફાર કરવામાં આવ્યો નથી. મોટરસાઇકલમાં બીએસ 6 માપદંડવાળી મોટર લગાવવામાં આવી છે. સમાચારોના અનુસાર જોકે આ બાઇકના સ્પેસિફિકેશન્સની કોઇ ઓફિશિયલ જાણકારી સાર્વજનિક કરવામાં આવી નથી. પરંતુ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે તેમાં 373.3 સીસી સિંગલ સીસી સિલિન્ડર, લિક્વિડ કૂલ્ડ, DOHC, ફ્યૂલ ઇંજેક્ટેડ એન્જીન લગાવામાં આવ્યું છે.  

સમાચારોનું માનીએ તો નવા વર્જનમાં 6-સ્પીડ ટ્રાંસમિશન સિસ્ટમને જાળવી રાખી છે. આ ઉપરાંત સસ્પેંશન અને બ્રેકિંગ કંપોનેંટમાં પણ કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવા વર્જનમાં જૂનીવાળી મોટરસાઇકલમાં હાલ ફ્રન્ટ ફોકર્સ અને મોનોશોક ઉપલબ્ધ છે. બંને વ્હીલ્સમાં ડિસ્ક બ્રેક લાગેલી છે. સ્ટાડર્ડ રીતે ડુઅલ ચેનલ એબીએસ (ABS) ઓફર કરવામાં આવી રહી છે.  

તમને જણાવી દઇએ કે 1 એપ્રિલ 2020થી દેશભરમાં ફક્ત બીએસ 6 વર્જનની ગાડીઓ જ વેચાશે. સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ડેડલાઇનને જોતાં તમામ ઓટો કંપનીઓ પોતાના પોર્ટફોલિયોને બીએસ 6માં અપડેટ કરવામાં જોરશોર સાથે જોડાયેલી છે. બજાજ ઓટોએ પણ આ ક્રમમાં 2020 Bajaj Dominar 400 BS VI મોટરસાઇકલ રજૂ કરી છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news