પાટીદાર પાવર News

ઊંઝામાં લક્ષચંડી હવનનો ચોથો દિવસ, મા ઉમિયાના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર
Dec 21,2019, 16:50 PM IST
ઊંઝામાં લક્ષચંડી હવનનો ચોથો દિવસ, બિહારના સીએમ સહિતના નેતા આપશે હજારી
Dec 21,2019, 13:12 PM IST
Unjha Lakshachandi Mahayagya: ભોજન બાદ ડીશ ધોવા પણ શ્રદ્ધાળુઓ પહોંચી ગયા
18 ડિસેમ્બરથી શરૂ થયેલા પાટીદારોના મા ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞ (Unjha Lakshachandi Mahayagya) માં ત્રીજા દિવસે 7 લાખથી વધુ ભક્તોએ તેનો લ્હાવો લીધો હતો. અને હજી પણ ધસારો સતત વધી રહ્યો છે. મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાતના ઠેકઠેકાણે વસતા પાટીદારો (Patidar) ઉંઝા પહોંચી રહ્યા છે. અહીં ભોજન, દર્શનથી લઈને તમામ ઝીણામાં ઝીણી બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ત્યારે અહીં આવનારા ભક્તો પણ મા ઉમિયા (Maa Unmiya) ની સેવામાં જોડાઈને પોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે ત્રીજા દિવસે એક ખાસ નજારો જોવા મળ્યો હતો. ભોજનમાં ડીશો ધોનારાઓની સંખ્યા ઓછી હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થી બહેનો ડીશ ધોવા પહોંચી ગઈ હતી. જે બતાવે છે કે, લોકો પણ સ્વેચ્છાએ પોતાની સેવા આપી રહ્યાં છે.
Dec 21,2019, 15:15 PM IST
ઉમિયાધામમાં કોઈ પણ ભક્ત ખાલી પેટે ન જાય તે માટે ‘મેગા રસોડું’ ધમધમે છે
Dec 19,2019, 13:41 PM IST
ઉંઝામાં પહેલા જ દિવસે પાટીદારોએ દિલ ખોલીને મા ઉમિયા પર દાન વરસાવ્યું
ગઈકાલે મહેસાણાના ઉંઝામાં મા ઉમિયાના જયઘોશ સાથે પાટીદારોના લક્ષચંડી મહાયજ્ઞ (Unjha Lakshachandi Mahayagya) નો પ્રારંભ થયો છે. પહેલા દિવસે ઊંઝામાં લાખો ભક્તોએ મા ઉમિયા (Umiya Mataji) ના દર્શન કર્યાં. મહાયજ્ઞમાં પહેલા દિવસે સીએમ રૂપાણી (Vijay Rupani) એ પત્ની અંજલી રૂપાણી સાથે આરતી ઉતારી. ત્યારે પહેલા જ દિવસે પાટીદારો (Patidar Power) એ દિલ ખોલીને મા ઉમિયા પર દાન વરસાવ્યુ હતું. પ્રથમ દિવસે ઉમિયા મંદિરમાં 15 લાખ રૂપિયા અને અઢી કિલો સોનાનું દાન આવ્યું હતું. અંદાજે 2 લાખથી વધુ લોકોએ મંદિરમાં દર્શન કરી પ્રસાદ લીધો હોવાનું મહાયજ્ઞ મહોત્સવ કમિટીના અધ્યક્ષ બાબુભાઈ પટેલે કહ્યું હતું. પાટીદારોનાં કુળદેવી મા ઉમિયાના ધામ ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞનો આજે બીજો દિવસ છે. 
Dec 19,2019, 8:54 AM IST
મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા ઊંઝાના લક્ષ્યચંડી યજ્ઞમાં
મહેસાણાના ઉંઝામાં મા ઉમિયાના જય ઘોશથી લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ થશે. વિશ્વભરથી 1 કરોડ જેટલા પાટીદાર સમાજના ભાવિ ભક્તો મહાયજ્ઞમાં હાજરી આપશે. મહેસાણા ઊંઝામાં આજે લક્ષચંડીની સમી સાંજે આજે પાટીદારોએ પોતાનો પાવર બતાવી દીધો હતો. એક-બે નહિ, પણ આજે 3 રેકોર્ડ મેળવી લીધા છે. આજથી ઉમાનગરી ઊંઝામાં પાટીદારો ઉમટી ગયા હોય તેવી સ્થિતિ સાથે આજે વાતવરણ ભક્તિમય બનવા ગયું હતું. લક્ષચંડી મહાયજ્ઞના એક દિવસ પહેલા જ 3 રેકોર્ડ એશિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાઈ ગયા છે. એક સાથે 20 હજાર ફુગ્ગામાં બીજ મુકીને ઉડાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. મોટી સંખ્યામાં મા ઉમિયાના નામનો જય ઘોશ લગાવવાનો રેકોર્ડ અને લાખનો સંખ્યામાં લાડુ બનાવવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.
Dec 18,2019, 23:40 PM IST
કેન્દ્રીયમંત્રી પુરષોત્તમ રૂપાલ પહોચ્યાં ઊંઝામાં લક્ષ્યચંડી યજ્ઞમાં
આજથી મહેસાણાના ઉંઝામાં મા ઉમિયાના જય ઘોશથી લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ થશે. વિશ્વભરથી 1 કરોડ જેટલા પાટીદાર સમાજના ભાવિ ભક્તો મહાયજ્ઞમાં હાજરી આપશે. મહેસાણા ઊંઝામાં આજે લક્ષચંડીની સમી સાંજે આજે પાટીદારોએ પોતાનો પાવર બતાવી દીધો હતો. એક-બે નહિ, પણ આજે 3 રેકોર્ડ મેળવી લીધા છે. આજથી ઉમાનગરી ઊંઝામાં પાટીદારો ઉમટી ગયા હોય તેવી સ્થિતિ સાથે આજે વાતવરણ ભક્તિમય બનવા ગયું હતું. લક્ષચંડી મહાયજ્ઞના એક દિવસ પહેલા જ 3 રેકોર્ડ એશિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાઈ ગયા છે. એક સાથે 20 હજાર ફુગ્ગામાં બીજ મુકીને ઉડાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. મોટી સંખ્યામાં મા ઉમિયાના નામનો જય ઘોશ લગાવવાનો રેકોર્ડ અને લાખનો સંખ્યામાં લાડુ બનાવવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.
Dec 18,2019, 19:05 PM IST

Trending news