Unique mahatma News

પોરબંદરમાં કેન્દ્રીય મંત્રી જી.કિશનરેડ્ડી આવ્યા, માધુપુરના મેળાનું અનોખું મહાત્મય
ભગવાન માધવરાય અને રાણી રૂકમણીના વિવાહ પ્રસંગે આયોજીત પાંચ દિવસીય માધવપુર મેળામાં દરરોજ અલગ-અલગ મહાનુભાવો પહોંચી રહ્યા છે. જેમા મેળાના બીજા દિવસે પણ કેન્દ્રીય મંત્રી અને ત્રિપુરાના મુખ્યમંત્રી તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. "માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન પરણે રાણી રુકમણી શ્રી માધવરાય ભગવાન" માધવપુરમા હજારો વર્ષ પૂર્વે ભગવાન માધવરાય અને રાણી રુકમણીના વિવાહ યોજાયા હતા. તે પ્રસંગની ઉજવણીના ભાગરુપે વર્ષોથી માધવપુર ખાતે ભગવાન માધવરાય અને રાણી રુકમણીના વિવાહ પ્રસંગને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વિવાહ પ્રસંગે માધવપુરમા જે પાંચ દિવસીય મેળો યોજાય છે તે મેળાનું છેલ્લા ત્રણ વર્ષથી સંપૂર્ણ આયોજન રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે મેળના પ્રથમ દિવસે કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી કીશન રેડ્ડીપણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Apr 12,2022, 16:51 PM IST
જેતપુરનું અનોખુ શિવમંદિર જ્યાં ગ્રહપીડાની વિધિ કરાવવાથી મળે છે અનેકગણું ફળ
 શ્રાવણ મહિનો એટલે શિવની ભક્તિમાં લીન થવાનો મહિનો. આદિભાગવાન શિવનું હિન્દૂ ધર્મમાં ખુબ જ મહત્વ છે અને આ આદિભાગવાન શિવના પૌરાણિક મંદિરો સૌરાષ્ટ્ર ભરમાં આવ્યા છે. આવાજ એક પૌરાણિક શિવ મંદિર જેતપુરની પાસે કેરાળેશ્વર મહાદેવ આવેલ છે. સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સાધુ સંત અને શ્રદ્ધાની  ભૂમિ આ ભૂમિ સાથે અનેક ઇતિહાસ જોડાયેલ છે. મંદિરો સાથે ભગવાન કૃષ્ણ અને શિવજીનો મહિમા જોડાયેલ છે અને તેનો ઇતિહાસ પુરાણો સાથે જોડાયેલ છે. જેતપુરથી 6 કિલોમીટર દૂર આવુ જ એક 7 હજાર વર્ષ પુરાણું અને મહાભારતની કથા સાથે જોડાયેલ શિવ મંદિર આવેલ, પુરાણો અને લોકવાયકા મુજબ આ શિવ મંદિર પાંડવો દ્વારા બનાવાયું હોવાની કથા છે. આ ઉપરાંત લોકવાયકા સાથે જોડાયેલ એવા અને જેતપુર શહેરના જેને ઇષ્ટ દેવ માનવમાં આવે છે.
Aug 16,2021, 23:31 PM IST

Trending news