Tribal areas News

VALSAD: આદિવાસી વિસ્તારોમાં વિહીપનું અભિયાન, નાગરિકોને જાગૃત કરીને ઘર વાપસી કરાવાશે
જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કપરાડા અને ધરમપુર તાલુકા જેવા અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા મોટાપાયે ધર્માંતરણ થતું હોવાના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે.  ત્યારે હવે વાપીમાં આજે વિશ્વ હિન્દુ પરિષદનું હિંદુ ધર્મ જાગૃતિ સંમેલન યોજાયું હતું. આ સંમેલનના કપરાડા અને ધરમપુર તાલુકાના 21  આદિવાસી પરિવારો ખ્રિસ્તી ધર્મ છોડી પરત હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરી હતી. આ સંમેલનના છેલ્લા કેટલાક સમયથી દેશ અને વલસાડ જિલ્લામાં ચર્ચાસ્પદ ધર્માંતરણ, લવ જેહાદ અને ગૌહત્યા જેવા વધી રહેલા કિસ્સાઓની ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં વલસાડ જિલ્લામાં આવા  મુદ્દાઓ વિષય પર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જોરશોરથી કાર્યક્રમો યોજાશે તેવું પણ જાહેર કરવામાં આવ્યું હતું.
Jul 26,2021, 17:23 PM IST

Trending news