Stambheshwar mahadev temple News

સોમનાથથી લઈ નાગેશ્વર જ્યોતિર્લિંગ, આ છે ગુજરાતના પ્રસિદ્ધ મંદિરો, જુઓ તસવીરો
આજે મહાશિવરાત્રિના પાવન પર્વે શિવાલયો હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. શિવ મંદિરોમાં સવારથી જ શિવભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. કોરોનામાં રાહત મળતા જ મોટી સખ્યામાં શિવભક્તોએ ભગવાન શિવના દર્શન કરી ધન્યતા પણ અનુભવી છે. આજના દિવસે મોટાભાગે લોકો ઉપવાસ રાખે છે અને આજના દિવસે લોકો શિવ ઉપાસના પણ કરે છે. એવી પણ માન્યતા છે કે, મહાદેવને સમગ્ર વર્ષમાં કરેલી શિવપૂજાઓનું જેટલું પુણ્ય હોય, તે માત્ર મહાશિવરાત્રિએ શિવપૂજા-દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે. આજના દિવસે શિવજીને અતિપ્રિય એવી ભાંગના પ્રસાદનું પણ અનેરૂ મહત્વ રહેલું છે. આજે શિવરાત્રીના પાવન પર્વે શિવભક્તો બિલિપત્ર તેમજ દૂધનો અભિષેક કરી શિવજીને રીઝવવા પ્રયત્ન કરી રહ્યા છે. ZEE 24 કલાક પર અમે તમને જણાવીશું ગુજરાતના જાણીતા શિવમંદિરો વિશે....
Mar 1,2022, 10:33 AM IST

Trending news