Shame on humanity News

પ્રાંતિજમાં માનવતા શર્મસાર: મહિલા પર દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી લાશ દાટી દીધી
રામપુરા નજીકથી મહિલાની હત્યા કર્યા બાદ જમીનમાં દાટેલી લાશનો ૧૮ દિવસ બાદ પોલીસે ભેદ ઉકેલ્યો છે. મહિલા સાથે દુષ્કર્મ આચર્યા બાદ બોલાચાલી થતા મહિલાની હત્યા કરી લાશને દાટી દીધી હતી. પોલીસે હવસખોર હત્યારાને ઝડપી જેલ હવાલે કર્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજના રામપુરા ચાર રસ્તા નજીક ખરાબામાં રામાપીર મંદિરના પાછળના વિસ્તારમાં દુર્ગંધ આવતા સ્થાનિકોએ કઈક અજુગતુ થયું હોવાનું જણાતા પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી. જેને લઈને પોલીસે ઘટના સ્થળે આવી પહોચી હતી. સ્થળ નિરીક્ષણ કરતા દુર્ગંધ આવતા સ્થળે તપાસ કરતા મહિલાનો હાથ દેખાયો હતો ત્યાર બાદ અજાણી મહિલાની દાટેલી લાશ પરથી રેતી હટાવી બહાર કાઢી હતી. અજાણી મહિલાની કોહવાયેલી લાશને ફોરેન્સિક પીએમ માટે મોકલી આપી હતી. તો લાશમાં તેના જમણે હાથે ચૌહાણ એલ.જે. લખેલ જોવા મળ્યું હતું. .
Nov 9,2020, 18:59 PM IST

Trending news