Robotic boot camp News

કોસંબા ખાતે આવેલી સ્કુલમાં રોબોટીક બુટકેમ્પ, શાળા સ્તરનું પ્રથમ આયોજન
તાલુકાના કોસંબા ખાતે આવેલી સ્કુલમાં રોબોટીક્સ બુટકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં શાળા સ્તરે સૌપ્રથમ વાર આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં શાળાના ૪૦  વિદ્યાર્થીઓએ ભાગ લઇ અલગ અલગ પ્રકાર ના રોબોટ્સ અને મશીન બનાવ્યા હતા.કોસંબાની સ્કુલ ખાતે રોબોટીક્સ બુટકેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૪૦ વિદ્યાર્થીઓએ ૫ વિદ્યાથીઓનુ ગ્રુપ બનાવી ઉત્સાહથી ભાગ લઇ ૮ જેટલા રોબોટ્સ બનાવ્યા હતા. આ કેમ્પ બેંગ્લોરની સ્કાયફાય લેબ્સ અને શાળાના સમન્વયથી યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્કાયફાય લેબના માસ્તર અંશુમન સાહુએ હાજરી આપી. વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ કેમ્પ શાળા સ્તરે પ્રથમ વાર યોજાયો હતો.
Dec 29,2019, 20:11 PM IST

Trending news