Primary education News

પ્રાથમિક શિક્ષણથી જ બાળકોને શ્રેષ્ઠ કેળવણી પુરી પાડવાનું સરકારનું આયોજન
પ્રાથમિક શિક્ષણથી જ બાળકોને શ્રેષ્ઠ કેળવણી પૂરી પાડીને ગુજરાતને આ ક્ષેત્રમાં પણ નંબર-૧ બનાવવા રાજ્ય સરકારનો સંકલ્પ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વ્યક્ત કર્યો હતો. વ્યક્તિ નિર્માણ થકી દેશના નિર્માણનું કાર્ય શિક્ષકો સુપેરે નિભાવી રહ્યા છે. સમજ સાથે વાંચન અને સંખ્યા જ્ઞાનમાં નિપુણતા કેળવવા માટેની રાષ્ટ્રીય પહેલ 'નિપુણ ભારત' મિશન અંતર્ગત રાજ્યના શિક્ષકોને તાલીમબદ્ધ કરવા 'નિષ્ઠા ૩.૦' તાલીમ શિબિરનો પ્રારંભ કરાવતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વ્યક્ત કર્યો હતો. 'નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦'માં કરવામાં આવેલા ફેરફારો અને ભલામણોને આવરી લઈને નિષ્ઠા ૩.૦ ના સમગ્ર અભ્યાસક્રમની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. 
Oct 1,2021, 21:50 PM IST

Trending news