Poor women News

ગરીબ મહિલાઓ સોનોગ્રાફી માટે મુખ્યમંત્રી પાસે માંગી મદદ, મિનિટોમાં થઇ સોનોગ્રાફી
સીએમ ડૅશબોર્ડના માધ્યમથી સૂચના મળતા દાહોદ સ્થિત ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં થઇ વિનામૂલ્યે સોનોગ્રાફી કરવામાં આવી હતી. છેવાડાના માનવીની પણ રોજબરોજ દરકાર કરતા રાજયના સંવેદનવીલ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી :  સી.એમ.ડેશબોર્ડના માધ્યમ દ્વારા ગરીબ પરિવારોની રોજીદી તકલીફોના સમાધાન માટે સ્વયં ચિંતા કરે છે. અણીના સમયે મળેલી મદદનો ઉ૫કાર જીવનપર્યંત ભૂલાતો નથી. એમાંય જો તમને કોઇ શારીરિક તકલીફ થઇ હોય અને તેવા સમયે બનેલા મદદગાર દેવદૂતસમાન લાગે છે. આવું જ કંઇક દાહોદ જિલ્લાના ખરોદા ગામમાં રહેતા શીલાબેન પપ્પુભાઇ નિનામા સાથે બન્યું છે. તેમના માટે સીએમ ડેશબોર્ડ હમદર્દ બન્યું અને આ ઘટના મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના નેતૃત્વની રાજ્ય સરકારની સંવેદનશીલતાની પરિચાયક બની. 
Nov 5,2020, 16:32 PM IST

Trending news