Police fill up petrol for free News

લો બોલો : GUJARAT માં અહીં દંડ કરવાનાં બદલે પોલીસ મફતમાં ભરી આપે છે પેટ્રોલ...
શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને પ્રદુષણનો પ્રશ્ન હળવો કરવાં વડોદરા પોલીસ દ્વારા અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અનોખા અભિયાન દ્વારા વધુમાં વધુ વાહનચાલકો ટ્રાફિકનાં નિયમો પાળે તે માટેનાં સરાહનીય પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. સામાન્ય રીતે આપ જ્યારે ટ્રાફિક સિગ્નલ પોઇન્ટ પર ઉભા હોવ અને ટ્રાફિક પોલીસ આપની તરફ આવે એટલે દંડ કરશે તેવી બીકે થોડો ગભરાટ ફેલાતો હોય છે. પરંતુ આપ વડોદરામાં હોવને આવું બને તો તમારે ગભરાવાની બિલ્કુલ જરૂર નથી. કારણ કે, આજકાલ વડોદરામાં વાહનચાલક તરફ વધતી ટ્રાફિક પોલીસ તેને દંડ કરવા નહીં પણ તેને સન્માનિત કરવાં તેની પાસે પહોંચી રહી છે. જી હાં, વડોદરામાં વાહનચાલકોને સન્માનિત કરી રહેલી ટ્રાફિક પોલીસે વાસ્તવમાં વડોદરામાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવાં અને પ્રદુષણનો પ્રશ્ન ઉકેલવા એક અનોખો પ્રયોગ હાથ ધર્યો છે.. જેમાં પોલીસે વડોદરામાં ટ્રાફિકનાં નિયમોનું શિસ્તબદ્ધ પાલન કરતાં વાહનચાલકોને પેટ્રોલની ફ્રી ગિફ્ટ કુપન આપવાનું શરૂ કર્યું છે. 
Nov 28,2021, 20:07 PM IST

Trending news